News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશના(MP) શિક્ષણ મંત્રી(Education minister) ઈન્દર સિંહ પરમારના(Inder Singh Parmar) ઘરેથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ મધ્યપ્રદેશના શાળા શિક્ષણ મંત્રી ઈન્દર સિંહ પરમારની પુત્રવધૂ(Daughter in law) સવિતા પરમારે(Savita parmar) ગળેફાંસો ખાઈ લીધો છે.
સવિતા પરમારના આ પગલાં પાછળ પારિવારિક વિવાદ(Family dispute) હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ ઘટના કાલાપીપલ તહસીલના પોંચનેર ગામમાં સાંજે 7 વાગ્યે બની હતી.
જોકે, આ મામલે મંત્રીના પરિવારમાંથી કોઈ પણ બોલવાનું ટાળી રહ્યું છે, તેમજ મંત્રી ઈન્દરસિંહ પરમારનો ફોન પણ બંધ હોવાનું કહેવાય છે.
હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : દુકાનોના નામના પાટિયાના લઈને આ પ્રધાને આપી ચેતવણી, કહ્યું- મુદતમાં નામ બદલો નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહેજો.. જાણો વિગતે.