મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ગેરવર્તણૂંકના આરોપમાં ભાજપના બાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેનાથી ભાજપમાં અશાંતિ ફેલાઈ છે.
આ તમામ સસ્પેન્ડ થયેલા ધારાસભ્યો રાજ્યના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ધારાસભ્યોએ લગભગ અડધો કલાક સુધી રાજ્યપાલ સાથે બંધબારણે મુલાકાત કરી આ નિર્ણય અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
હવે તમામ ધારાસભ્ય ની નજર એ વાત પર ટકી છે કે રાજ્યપાલ આના પર શું પગલાં લે છે?
ઉલેખનીય છે કે ઓબીસી અનામત ઠરાવ અંગે ચર્ચા કરતી વખતે ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો.