ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,5 જુલાઈ 2021
સોમવાર
મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે સ્પીકરે ભાજપના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. તમામ ધારાસભ્યો પર ગૃહમાં હંગામો કરવાનો આરોપ લાગ્યો છે. ભાજપના જે 12 ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા છે, તેમાં સંજય કુટે, આશિષ શેલાર, અતુલ ભાતખલકર, પરાગ અલવાની, વિજય કુમાર રાવલ, અભિમન્યુ પવાર, ગિરીશ મહાજન, હરીશ પિંપલે, રામ સાતપુતે, યોગેશ સાગર, નારાયણ કુચે, કીર્તિ કુમાર બંગડિયાના નામ સામેલ છે.
આ અંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને કહ્યું કે, આ ખોટા આરોપ છે. એક વાર્તા બનાવવામાં આવી રહી છે. ભાજપના કોઇ ધારાસભ્યે ગાળ આપી નથી. અમે ઓબીસી અનામત માટે 12થી વધુ ધારાસભ્યોને ત્યાગવા માટે તૈયાર છે. સસ્પેન્શનના નિર્ણય પર સવાલ ઉઠાવતા દેવેન્દ્ર ફડણવીસે ભાજપના ધારાસભ્યો દ્વારા ગેરવર્તનના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું.
મોદી કેબિનેટનું આ તારીખે થઈ શકે છે વિસ્તરણ, આ નેતાઓને મળી શકે છે કેબિનેટમાં સ્થાન ; જાણો વિગતે
આ દરમિયાન એનસીપીના પ્રવક્તા અને લઘુમતી વિકાસ પ્રધાન નવાબ મલિકે ટ્વિટર પર 20-સેકન્ડનો વીડિયો શેર કર્યો છે અને કહ્યું કે આ બધી રીતે આની શરૂઆત થઈ. એનસીપી નેતાએ આરોપ લગાવ્યો કે ભાજપના ધારાસભ્યોએ ભાસ્કર જાધવ એટલે કે સ્પીકરના ઓરડામાં ઘૂસીને હંગામો મચાવ્યો હતો. જોકે તે ભાજપના નેતાઓની કથિત અપમાનજનક કાર્યવાહીના પુરાવા સમાન નથી.
ચોમાસુ સત્ર: મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરની કેબીનમાં અસલમાં થયું શું?, એનસીપીના પ્રવક્તાએ વીડિયો કર્યો શેર ; જુઓ વિડીયો #Maharashtra #assemblyelections2021 #BJP #MlAs #suspended @NCPspeaks @nawabmalikncp pic.twitter.com/fYagmvxXSQ
— news continuous (@NewsContinuous) July 5, 2021