ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેમણે વડાપ્રધાન ને રિક્વેસ્ટ કરી છે કે લોકોને જીએસટી ભરવા માટે વધુ સમય આપવામાં આવે. તેમજ જે લોકોએ લોન લીધી છે તેમને આર્થિક સહાય મળે અને મહારાષ્ટ્રને ઓક્સિજન આપવામાં આવે.
પોતાના બે પાનાના પત્રમાં તેમણે મહારાષ્ટ્રની જનતા માટે સહાય માંગી છે. તેમનું માનવું છે કે એકલા મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા દસ લાખથી ઉપર જઈ શકે તેમ છે. આ પરિસ્થિતિમાં આજની તારીખમાં જેટલો ઓક્સિજનનો પૂરવઠો મહારાષ્ટ્ર પાસે ઉપલબ્ધ છે તેના કરતાં વધુ ઓક્સીજનની જરૂર રહેશે. તેમણે વડાપ્રધાનની એવી પણ વ્યવસ્થા કરી છે કે જે ઓક્સિજન લાવવા માટે લોજિસ્ટિક ની જરૂર છે તે મીલેટરી ના માધ્યમથી પૂરી પાડવામાં આવે.
