Site icon

એક્શન પર રિએક્શન- સંજય રાઉતના શિવસેના MVA ગઠબંધનવાળી સરકારમાંથી નીકળી જવા તૈયાર હોવાના નિવેદન બાદ કોંગ્રેસે ભર્યું આ મોટું પગલું

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટની વચ્ચે શિવસેના(Shivsena)ના દિગ્ગજ નેતા સંજય રાઉતે(Sanjay Raut) એક મોટું એલાન કરી નાખ્યું છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેના MVA (MVA Govt) ગઠબંધનમાંથી બહાર નીકળી જવા તૈયાર છે પરંતુ પાર્ટીના બળવાખોર ધારાસભ્યો(Rebel MLAs)એ 24 કલાકની અંદર મુંબઈ(Mumbai) પાછા આવતું રહેવું જોઈએ. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : વિધાનસભ્યએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો ભાવનાત્મક પત્ર- એકનાથ શિંદે વળતો જવાબ આપતા કહ્યું જોયું આ છે વિધાનસભ્યોની ભાવના-જાણો શું લખ્યું છે પત્રમાં 

જોકે હવે MVA સાથેના ગઠબંધન તોડી નાખવાના સંજય રાઉતના નિવેદન બાદ કોંગ્રેસ(Congress) અને એનસીપી(NCP) કેમ્પમાં ખલબલી મચી છે. રાઉતના નિવેદન પર કોંગ્રેસ(congress)ના નેતાઓની નારાજગી સામે આવી રહી છે. પાર્ટીએ આજે (ગુરુવારે) સાંજે 5 વાગ્યે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે કોંગ્રેસના નેતાઓની મહત્વની બેઠક(meeting) બોલાવવાનું નક્કી કર્યું છે. જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના સિનિયર નેતા એચકે પાટીલ, બાલાસાહેબ થોરાટ અને નાના પટોલે અને અશોક ચવાણ સહિતના નેતાઓ હાજર રહેશે. આ બેઠક બાદ કોંગ્રેસ શું સ્ટેન્ડ લે છે તે જોવાનું રહેશે.   

Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Exit mobile version