News Continuous Bureau | Mumbai
- ભાષિનીના ‘ડિજિટલ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સોલ્યુશન’ દ્વારા સરળ સંદેશાવ્યવહાર માટે મહાકુંભમાં તમારી ખોવાયેલી/મળેલી વસ્તુઓની મૂળ ભાષામાં નોંધણી કરાવો અને રીઅલ-ટાઇમ ટેક્સ્ટ/વોઇસ અનુવાદ કરો
- કુંભ Sah’AI’yak ચેટબોટમાં ભાષિનીનો અનુવાદ સપોર્ટ ઉપલબ્ધ છે; સીમલેસ, રીઅલ-ટાઇમ માહિતી અને નેવિગેશન સહાય પૂરી પાડવા માટે
- ભાષા અવરોધો તોડવા: યુપી 112 હેલ્પલાઇન મહા કુંભમાં ભક્તોની સુવિધા માટે ભાષિનીની ‘કન્વર્સ (वार्तालाप) સુવિધા અપનાવે છે
Maha Kumbh 2025: ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 સુધી પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં બહુભાષી સુલભતા માટે ભાષિનીના એકીકરણ સાથે તકનીકી સહયોગની ઓફર કરી છે.

આ સમાચાર પણ વાંચો: Pariksha Pe Charcha 2025: પરીક્ષા પે ચર્ચાના 8મા સંસ્કરણ માટે નોંધણી રેકોર્ડ-બ્રેકિંગ 3.5 કરોડથી વધુ અરજીઓ સાથે પૂર્ણ થઈ
Maha Kumbh 2025: ‘ડિજીટલ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સોલ્યુશન‘
‘ડિજિટલ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સોલ્યુશન’ મારફતે વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સંકલનમાં ભાગ લેનારાઓને ભાષિનીની ભાષા અનુવાદ ઇકોસિસ્ટમ કેવી રીતે મદદરૂપ થશે તે આ પ્રમાણે છે:
- બહુભાષીય આધાર
- મૂળ ભાષાઓમાં અવાજની મદદથી ખોવાયેલી/શોધાયેલી વસ્તુઓને રજીસ્ટર કરો
- સરળ સંચાર માટે રીયલ-ટાઇમ ટેક્સ્ટ/વોઇસ અનુવાદ
 
- ચેટબોટ સહાય: ક્વેરી અને કિઓસ્ક નેવિગેશન માટે બહુભાષીય ચેટબોટ
- મોબાઇલ એપ/કિઓસ્ક ઇન્ટિગ્રેશનઃ સ્થાનિક ભાષાઓમાં માર્ગદર્શિકાનું ભાષાંતર કરો
- પોલીસ સહયોગઃ અધિકારીઓ સાથે સાતત્યપૂર્ણ સંચાર વ્યવસ્થા સક્ષમ બનાવવી
At the inauguration of Digital Kumbh 2025, PM @narendramodi unveils the Kumbh SahAIyak Chatbot! #Samagra in collaboration with #Bhashini brings ‘Voice-First’ multilingual support in 11 languages!@GoI_MeitY @amitabhnag @narendramodi @myogiadityanath pic.twitter.com/Vk08xGJgvg
— BHASHINI (@_BHASHINI) December 13, 2024
Maha Kumbh 2025: કુંભ Sah’AI’yak ચેટબોટ
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ કુંભસહ’આયક એઆઈ-સંચાલિત, બહુભાષી, અવાજથી સક્ષમ ચેટબોટ છે, જે મહાકુંભ 2025 દરમિયાન લાખો મુલાકાતીઓને મદદ કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ બોટ અત્યાધુનિક એઆઇ (AI) ટેકનોલોજી (જેમ કે લામા એલએલએમ) દ્વારા સંચાલિત થાય છે. કુંભ Sah’AI’yakનો હેતુ મહાકુંભ ૨૦૨૫ ના અનુભવની કાયમી યાદોનું નિર્માણ કરતી વખતે તેમની માહિતી અને નેવિગેશન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સહાયને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે.


આ સમાચાર પણ વાંચો: Makar Sankranti: પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિના મહાન તહેવાર પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા ભક્તોને અભિનંદન શુભેચ્છા આપી
કુંભ સાહ’આયક ચેટબોટનું નિર્માણ મુલાકાતીઓનો અનુભવ વધારવા માટે કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ તમામને અવિરત, વાસ્તવિક સમયની માહિતી અને નેવિગેશન સહાયતા પ્રદાન કરવાનો છે. ભાષિનીની ભાષા અનુવાદ હિન્દી, અંગ્રેજી અને 9 અન્ય ભારતીય ભાષાઓ સહિત 11 ભાષાઓમાં ચેટબોટને સપોર્ટ કરે છે.
Maha Kumbh 2025: યુપી 112 ઇમરજન્સી હેલ્પલાઇન
દેશભરમાંથી શ્રદ્ધાળુઓ તેમજ વિદેશથી મહા કુંભમાં આવવા આવતા લોકોને પ્રયાગરાજ અને આસપાસના પ્રદેશોમાં બોલાતી ભાષાઓને સમજવા માટે સહાયની જરૂર પડી શકે છે. ભાષિની મોબાઇલ એપ્લિકેશનની ‘કન્વર્ઝ’ (वार्तालाप) સુવિધાથી ભક્તો માટે મેગા ઇવેન્ટમાં તૈનાત યુપી પોલીસની 112 ઇમરજન્સી હેલ્પલાઇનના યુનિટ સાથે અવિરત સંદેશાવ્યવહારની સુવિધા મળશે. ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગે ભાષાના અવરોધના કિસ્સામાં મદદ માંગતા પીડિત ભક્તોની ફરિયાદોને સમજવા માટે એપ્લિકેશનમાં કન્વર્ઝ ફીચરનો ઉપયોગ કરવા માટે ફિલ્ડ અધિકારીઓને તાલીમ આપવા માટે ભાષિની એપ્લિકેશન સાથે સહયોગ કર્યો છે.
Sangam of Safety and Service ✨
From our guides on the ground to officers skilled in soft skills, gender sensitivity, and language support through the Bhashini app, #UPPolice has created the perfect confluence of care and security for the sacred #Mahakumbh2025 🌍🙏.#UPPCares pic.twitter.com/1uB7dMm4vl
— Kumbh Mela Police UP 2025 (@kumbhMelaPolUP) October 26, 2024
આ સમાચાર પણ વાંચો : Maha Kumbh 2025: અરે વાહ.. ગૂગલ પર ‘મહાકુંભ’ સર્ચ કરતાં થશે પુષ્પવર્ષા! ગુલાબની પાખડીઓથી ભરાઈ જશે સ્ક્રીન, લો આનંદ

આમ, ભાષિનીનો ઉદ્દેશ પ્રશ્નો અને નેવિગેશન માટે બહુભાષીય સમર્થન સાથે મહાકુંભ 2025 માં મુલાકાતીઓ માટેના અનુભવને મોટા પ્રમાણમાં વધારવાનો છે. એકંદરે, ભાષિનીની ભાષા અનુવાદ ઇકોસિસ્ટમે તમામ ઉપસ્થિતો માટે એક સરળ અને સર્વસમાવેશક અનુભવ સુનિશ્ચિત કર્યો છે, જે મેઈટીની તકનીકી નવીનતા અને સુલભતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
 
			         
			         
                                                        