Maha Kumbh 2025: યાત્રાળુઓ થયા ડિજિટલ, મહાકુંભમાં આઇપીપીબીએ બેન્કિંગ સેવા પ્રદાન કરવા ૫ મુખ્ય સ્થાનો પર સર્વિસ કાઉન્ટર ખોલ્યા

Maha Kumbh 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, મહાકુંભ 2025માં અવિરત બેંકિંગ સેવાઓ સાથે શ્રદ્ધાળુઓને સશક્ત બનાવે છે

by khushali ladva
Maha Kumbh 2025IPPB opens service counters at 5 key locations to provide banking services during Maha Kumbh

News Continuous Bureau | Mumbai

  • આઇપીપીબીએ સમગ્ર મહાકુંભમાં 5 મુખ્ય સ્થાનો પર સર્વિસ કાઉન્ટર્સ, મોબાઇલ બેંકિંગ એકમો અને ગ્રાહક સહાયતા કિઓસ્કની સ્થાપના કરી
  • આઇપીપીબીએ મહાકુંભ 2025માં તમામ યાત્રાળુઓને ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી
Maha Kumbh 2025: ભારત સરકારનું સાહસ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)ને મહાકુંભ, 2025, પ્રયાગરાજમાં લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓને સાતત્યપૂર્ણ ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવામાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ગર્વ છે. વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે, મહાકુંભ જીવનના દરેક ક્ષેત્રના લોકોને આકર્ષિત કરે છે. આઇપીપીબી, તેના ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે, તમામ માટે વિસ્તૃત બેંકિંગ સેવાઓની સુલભતાને સક્ષમ બનાવે છે. જે નાણાકીય વ્યવહારોની સુવિધા, સલામતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. આઇપીપીબીએ સમગ્ર મહાકુંભમાં 5 મુખ્ય સ્થળોએ સર્વિસ કાઉન્ટર્સ, મોબાઇલ બેંકિંગ એકમો અને ગ્રાહક સહાયતા કિઓસ્કની સ્થાપના કરી છે. આ સુવિધાઓ ભારે ધસારાને અસરકારક રીતે સંચાલિત કરવા માટે રચાયેલ છે.

મહાકુંભમાં આઇપીપીબીની ચાલી રહેલી પહેલ પર આઇપીપીબીના એમડી અને સીઇઓ શ્રી આર વિશ્વેશ્વરને જણાવ્યું હતું કે, “અમે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં મહાકુંભ 2025, પ્રયાગરાજના પવિત્ર સ્થાનો પર અમારી અવિરત બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા બદલ સન્માનિત અનુભવીએ છીએ. વિશ્વના સૌથી મોટા અને સૌથી વધુ આદરણીય આધ્યાત્મિક મેળાવડાઓમાંના એક સાથે બેંકિંગ સેવાઓના નિષ્કલંક એકીકરણને જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. અમને ડિજિટલ પરિવર્તન માટે ઉદ્દીપક તરીકેની અમારી ભૂમિકા પર ગર્વ છે. જે પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓને અમારી સહેલાઇથી બેંકિંગ સેવાઓ દ્વારા સશક્ત બનાવે છે. આ પહેલ એ તમામની સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. જે સુનિશ્ચિત કરે છે કે નાણાકીય સુલભતા હવે માત્ર થોડા પસંદ કરેલા લોકો માટે જ નહીં પરંતુ આ પરિવર્તનશીલ આધ્યાત્મિક યાત્રા દરમિયાન બધા માટે ઉપલબ્ધ છે.”

આ સમાચાર પણ વાંચો:  IIT-JEE False Claims: CCPAની કડક કાર્યવાહી, IIT-JEE પરિણામોની ખોટી જાહેરાત માટે IITPK ને ફટકાર્યો અધધ આટલા લાખનો દંડ

Maha Kumbh 2025: આ ઉપરાંત આઇપીપીબીના વિશ્વાસુ ડાક સેવકો ડોરસ્ટેપ બેંકિંગ સેવાઓ પણ પૂરી પાડી રહ્યા છે. તેઓ એ સુનિશ્ચિત કરે છે કે, શ્રદ્ધાળુઓ આઇપીપીબીની આધાર એટીએમ (એઇપીએસ) સેવા મારફતે તેમના આધાર સાથે જોડાયેલા કોઈ પણ બેંક ખાતામાંથી રોકડ ઉપાડ જેવી આવશ્યક નાણાકીય સહાય  તેમના ચોક્કસ સ્થાન પર પહોંચીને કોઈ પણ વિક્ષેપ વિના મેળવી શકે છે. શ્રદ્ધાળુઓ મહાકુંભના મેદાનમાં જ્યાં પણ હોય ત્યાં ઇચ્છિત લાઇનની સેવાઓ મેળવવા માટે આઇપીપીબી દ્વારા ‘બેંકિંગ એટ કોલ’ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. તેઓ  તેમના નિકાલ પર સંખ્યાબંધ બેંકિંગ આવશ્યકતાઓને એક્સેસ કરવા માટે 7458025511 ડાયલ કરી શકે છે. ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા વિઝનને અનુરૂપ આઇપીપીબી મહાકુંભમાં સ્થાનિક વિક્રેતાઓ, નાના વ્યવસાયો અને સર્વિસ પ્રોવાઇડર્સને પણ સશક્ત બનાવી રહ્યું છે. જેથી તેઓ તેના ડાકપે ક્યુઆર કાર્ડ્સ મારફતે ડિજિટલ પેમેન્ટ સ્વીકારી શકે. આ પહેલ કેશલેસ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે.  રોકડ પરની નિર્ભરતા ઘટાડે છે અને વ્યવહારોમાં એકંદર કાર્યક્ષમતામાં વધારો કરે છે.

વધુમાં વધુમાં વધુ પહોંચ સુનિશ્ચિત કરવા આઇપીપીબીએ મહાકુંભમાં યાત્રાળુઓ અને વિક્રેતાઓને તેની સેવાઓ વિશે જાણકારી આપવા માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. પ્રશિક્ષિત વ્યાવસાયિકો અને ડાક સેવકો મુખ્ય સ્થળોએ તૈનાત છે, જેથી ખાતાની તકો ખોલવા, લેવડ-દેવડ અને પ્રશ્રોના નિરાકરણમાં મદદ મળી શકે. આઇપીપીબીની ઓફરથી ઉપસ્થિતોને પરિચિત કરવા માટે માહિતી હોર્ડિંગ્સ અને ડિજિટલ નિદર્શનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે દરેક મુલાકાતીને તેમના ઘરે પાછા લઈ જવા માટેના સંસ્મરણો તરીકે નિ:શુલ્ક મુદ્રિત ફોટોગ્રાફ પણ પ્રદાન કરે છે.

આ સમાચાર પણ વાંચો:  National Games 2025: ઉત્તરાખંડ બની રહ્યું છે ભારતનું નવા યુગનું રમતગમત કેન્દ્ર, નેશનલ ગેમ્સમાં 16,000 રમતવીરોએ આશરે 435 સ્પર્ધાઓમાં લીધો ભાગ

Maha Kumbh 2025:  ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વિશે

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (આઇપીપીબી)ની સ્થાપના સંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગ હેઠળ કરવામાં આવી છે. જેમાં ભારત સરકારની માલિકીની 100 ટકા ઇક્વિટી છે. આઈપીપીબીને 1 સપ્ટેમ્બર, 2018ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ બેંકની સ્થાપના ભારતમાં સામાન્ય માનવી માટે સૌથી વધુ સુલભ, સસ્તી અને વિશ્વસનીય બેંકનું નિર્માણ કરવાના વિઝન સાથે કરવામાં આવી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો મૂળભૂત આદેશ એ છે કે, બેંકની સુવિધાથી વંચિત અને વંચિત લોકો માટેના અવરોધો દૂર કરવા અને ~1,65,000 પોસ્ટ ઓફિસ (ગ્રામ્ય વિસ્તારોમાં ~140,000) અને ~3,00,000 પોસ્ટલ કર્મચારીઓનો સમાવેશ કરતા પોસ્ટલ નેટવર્કનો ઉપયોગ કરીને છેવાડાનાં વિસ્તાર સુધી પહોંચવું.

આઇપીપીબીની પહોંચ અને તેનું ઓપરેટિંગ મોડલ ઇન્ડિયા સ્ટેકના મુખ્ય આધારસ્તંભો પર નિર્મિત છે- જે સીબીએસ-ઇન્ટિગ્રેટેડ સ્માર્ટફોન અને બાયોમેટ્રિક ઉપકરણ મારફતે ગ્રાહકોના ઘરઆંગણે સરળ અને સુરક્ષિત રીતે પેપરલેસ, કેશલેસ અને હાજરી-રહિત બેંકિંગને સક્ષમ બનાવે છે. કરકસરયુક્ત નવીનતાનો લાભ લઈને અને લોકો માટે બેંકિંગની સરળતા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીને આઇપીપીબી ભારતમાં 5.57 લાખ ગામડાઓ અને નગરોમાં 11 કરોડ ગ્રાહકોને 13 ભાષાઓમાં ઉપલબ્ધ સાહજિક ઇન્ટરફેસ મારફતે સરળ અને વાજબી બેંકિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

આઇપીપીબી ઓછી રોકડ ધરાવતી અર્થવ્યવસ્થાને વેગ આપવા અને ડિજિટલ ઇન્ડિયાનાં વિઝનમાં પ્રદાન કરવા કટિબદ્ધ છે. ભારત સમૃદ્ધ થશે જ્યારે દરેક નાગરિકને નાણાકીય રીતે સુરક્ષિત અને સશક્ત બનવાની સમાન તક મળશે. અમારો મુદ્રાલેખ સાચો છે – દરેક ગ્રાહક મહત્વપૂર્ણ છે, દરેક વ્યવહાર નોંધપાત્ર છે અને દરેક થાપણ મૂલ્યવાન છે.

અમારા સુધી પહોંચો: www.ippbonline.com marketing@ippbonline.in

સોશિયલ મીડિયા હેન્ડલ્સ:

Twitter – https://twitter.com/IPPBOnline

ઇન્સ્ટાગ્રામ – https://www.instagram.com/ippbonline

LinkedIn – https://www.linkedin.com/company/india-post-paymentsbank

Facebook – https://www.facebook.com/ippbonline

કૂ – https://www.kooapp.com/profile/ippbonline

YouTube- https://www.youtube.com/@IndiaPostPaymentsBank

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More