News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં ગુડી પડવાના દિવસ પછી મસ્જિદો પર લાઉડ સ્પીકર સંદર્ભેનું રાજકારણ ગરમ થયું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ અલગ અલગ જગ્યાએ લાઉડ સ્પીકર લગાડીને હનુમાન ચાલીસા વગાડવાની શરૂઆત કરી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં હજારો મસ્જિદો પર લાઉડ સ્પીકર થી દિવસમાં પાંચ વાર નમાજ વાંચવામાં આવે છે જેને કોઈ પ્રતિબંધ નથી. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે હનુમાન ચાલીસા વગાડનાર લોકોની ધરપકડ કરવાની શરૂઆત કરી છે. બીજી તરફ મહારાષ્ટ્રના શિરુર વિસ્તારમાં ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલ ભાષણ આપી રહ્યા હતા. બરાબર તે જ સમયે નજીકની મસ્જિદમાંથી નમાઝ વાગવાની શરૂઆત થઈ ગઈ. નમાઝનો અવાજ સાંભળીને ગૃહમંત્રીએ પોતાનું ભાષણ અડધેથી અટકાવી દીધું તેમજ નમાઝ પતી ગયા પછી ભાષણ આગળ ચાલુ રાખ્યું.
#WATCH Maharashtra Home Minister Dilip Walse Patil halts his speech midway for Azaan, at an event in Shirur, earlier today pic.twitter.com/IpV35YuIAr
— ANI (@ANI) April 4, 2022
દિલીપ વળસે પાટીલની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર અનેક લોકો હાલ ટીકા કરી રહ્યા છે કે મોજુદા સરકાર ધર્મ સંદર્ભે અલગ અલગ અભિગમ ધરાવે છે. જો કે આ સંદર્ભે અત્યાર સુધી ગૃહ મંત્રાલય તરફથી સાર્વજનિક રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના I.I.T. ગ્રેજ્યુએટ વ્યક્તિએ ગોરખપુર મંદિર પર હંગામો કર્યો. આબાદ પકડાયો, જાણો વિગતો.