2022 ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ શિવસેના પોતાના સાથી પક્ષો સાથે મળી લડશે – સંજય રાઉત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

26 ઓક્ટોબર 2020

મુંબઈમાં આગામી 2022માં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે. રાજ્યમાં હાલ શિવસેના કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે મળીને સરકાર ચલાવી રહી છે. મનપામાં વર્ષોથી શિવસેના નું રાજ છે પરંતુ આવનારી ચૂંટણી મહાવિકાસ આઘાડી ના સાથી પક્ષો સાથે મળીને લડશે એવું શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં આ વાત કહી હતી. મહારાષ્ટ્ર મુંબઈ મહાનગરપાલિકા સહિત 10 મહાનગરપાલિકા, 27 જિલ્લા પરિષદ અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ 2022માં યોજાનારી છે. 

ઉલ્લેખનીય છે કે મુંબઈ મનપાની ગણના એશિયાની સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકામાં થાય છે. જેનું વાર્ષિક બજેટ 33 હજાર 400 કરોડ રૂપિયાનું છે. રાઉતે આત્મવિશ્વાસ પૂર્વક દાવો કર્યો હતો કે 2022 ની પાલિકાની ચૂંટણી ફરીથી શિવસેના જ જીતશે. નોંધનીય છે કે ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના મુદ્દે, ભાજપ જોડે અસંમતિ ને પગલે શિવસેનાએ રાજ્યમાં સત્તા સ્થાપવા માટે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે મળીને મહાવિકાસ આઘાડી સરકાર બનાવી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More