ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર, 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારના 'પતન' માટે હજુ વધુ એક સમયમર્યાદા નક્કી કરતા, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ આજે નવો દાવો કર્યો છે
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર લાંબો સમય ટકશે નહીં. તે જલ્દી પડી જશે.
સાથે તેમણે એમ પણ કહ્યું કે અત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બીમાર છે, તેથી હું તેમના વિશે વાત કરવા માંગતો નથી.
ગત સપ્તાહે 61 વર્ષીય શિવસેના સુપ્રીમોએ તેમની કરોડરજ્જુની નાની સર્જરી કરાવી હતી અને તેઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ સાથે ગઠ બંધન તોડીને શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. આ ગઠબંધનને મહા વિકાસ અઘાડી નામ આપવામાં આવ્યું હતું.
જર્મનીમાં કોરોનાનો ડરામણો રેકોર્ડ, 24 કલાકમાં જ આટલા લાખથી વધુ કેસ આવ્યા સામે; જાણો વિગતે