News Continuous Bureau | Mumbai
Mahad Fire : મહાડ એમઆઈડીસી (Mhada MIDC) ની બ્લૂ જેટ હેલ્થકેર (Blue Jet Healthcare) ની ફેક્ટરીમાં શુક્રવાર સવારે વિસ્ફોટો સાથે પ્રચંડ આગ લાગી હતી. બ્લૂ જેટ કેમિકલ કંપનીમાં લાગેલી આ આગમાં 11 લોકો ફસાયા હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે પાંચને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ( Hospital )ખસેડવામાં આવ્યા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર હોવાની વિગતો મળી છે. ગેસ લિકેજને કારણે પહેલાં વિસ્ફોટ થયો અને પછી આગ લાગી હોવાની વિગતો પ્રાથમીક તપાસમાં જાણવા મળી છે. હાલમાં આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને કેટલાંક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
અધિકારી દ્વારા મળતી માહિતી અનુસાર, શુક્રવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ થયેલા વિસ્ફોટના પરિણામે ફાર્માસ્યુટિકલ કંપનીમાં ભારે આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ ગેસ લીક થવાને કારણે થયો હતો, જે સ્થળ પર સંગ્રહિત રસાયણોના કારણે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી નક્કી થયું નથી અને કંપનીએ અકસ્માત અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આગમાં હજુ કેટલાક લોકો બિલ્ડિંગની અંદર ફસાયેલા હોવાની આશંકા છે, જેના કારણે તેમની સંભવિત મૃત્યુની આશંકા છે.
7 કલાકના અથાક પ્રયાસો બાદ આગ ઓલવાઈ…
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડે તાત્કાલિક તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર એન્જિનો તૈનાત કરવામાં આવ્યા હતા. તેમ છતા ભારે જેહમત બાદ આગ ઓલવાઈ ગઈ હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF ગુમ થયેલા કામદારોને શોધવા અને કેટલું નુકસાન થયું છે તેનું મૂલ્યાંકન કરવા માટે સહયોગ કરી રહ્યા છે.
આગને કાબૂમાં લેવા માટે ઓછામાં ઓછા ચાર ફાયર એન્જિન અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઓછામાં ઓછા પાંચ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટમાં 11 મજૂરો ફસાયા હતા. 7 કલાકના અથાક પ્રયાસો બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ અંદર ફસાયેલા 11 લોકોનો કોઈ પત્તો ન લાગતાં ગઈકાલે રાત્રે NDRFની ટીમને બોલાવવામાં આવી હતી.
આ બાબતે મહાડના ઉપવિભાગીય પોલીસ અધિકારી શંકર કાળેએ જણાવ્યું હતું કે કેટલાક કામદારો લાપતા છે પરંતુ તેઓ ફેક્ટરીમાં અંદર સપડાઈ ગયા છે કે પછી બહાર નીકળી ગયા છે તે તત્કાળ જાણી શકાયું નથી. વાસ્તવમાં ફેક્ટરીમાં અંદર કોઈ કામદારો છે કે નહીં તે માટે તપાસ કરવા પોલીસ કે ફાયર બ્રિગેડની ટૂકડીઓ માટે મુશ્કેલ હતું. ફેક્ટરીમાં મોટી સંખ્યામાં જવલનશીલ પદાર્થો વેરણછેરણ હાલતમાં છે તથા મોડે સુધી વિસ્ફોટો થઈ રહ્યા હોવાથી રાહત અને બચાવ ટીમોને મુશ્કેલી નડી હતી. ખાસ તો ફેક્ટરીમાં અંદર પ્રવેશવાનું બહુ જોખમી હોવાથી છેવટે ફેક્ટરીમાં ફસાયેલા કામદારોને શોધવા માટે વિશેષ ઉપકરણો તથા નિષ્ણાતો માટે એનડીઆરએફ (NDRF) ની મદદ માગવામાં આવી હતી. એનડીઆરએફ પુણેની ટીમ આજે રાત સુધીમાં ફેક્ટરી ખાતે પહોંચીને કોઈ કામદારો ફસાયા છે કે કેમ અથવા તો કોઈ મૃતદેહ છે કે કેમ તેની તપાસ કરશે.
આ સમાચાર પણ વાંચોઃ Bobby deol koffee with karan 8: શું શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન ના ઈશારા પર કામ કરશે બોબી દેઓલ?અભિનેતા કોફી વિથ કરણ માં કર્યો આ વિશે ખુલાસો
જણાવવામાં આવી રહ્યું છે કે NDRFની ટીમે પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું જ્યાં રાત્રે 11.30 વાગ્યે વિસ્ફોટ થયો હતો. ફસાયેલા 11 કામદારોમાંથી 7ના મોત થયા છે. અન્ય ચાર ગુમ છે. આ સ્થળે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે…