MahaKumbh 2025: આવતીકાલે મહાકુંભનું ત્રીજું અમૃત સ્નાન, પ્રયાગરાજમાં પ્રશાસને કુલ 360 પથારીની ક્ષમતા ધરાવતી આટલી હોસ્પિટલો ઉભી કરી

MahaKumbh 2025: વસંત પંચમીના રોજ આગામી ત્રીજા અમૃત સ્નાનને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં તબીબી સુવિધાઓ વધુ મજબૂત કરવામાં આવી

MahaKumbh 2025 Third Amrit Snan of Mahakumbh tomorrow

News Continuous Bureau | Mumbai

  • કુલ 360 પથારીની ક્ષમતા ધરાવતી 23 હોસ્પિટલોની સ્થાપના કરવામાં આવી છે. કટોકટીની તબીબી સેવાઓ વિસ્તૃત કરવામાં આવી છે અને કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તબીબી દળ તૈનાત કરવામાં આવ્યું
MahaKumbh 2025: વસંત પંચમી (3 ફેબ્રુઆરી, 2025)ના રોજ ત્રીજા અમૃત સ્નાન દરમિયાન ભક્તો માટે આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે મહાકુંભ નગરમાં આરોગ્ય માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ગુરુવારથી મેડિકલ ફોર્સ સક્રિય થઈ ગઈ છે. 360 બેડની ક્ષમતા ધરાવતી કુલ 23 હોસ્પિટલોને આવશ્યક તબીબી સેવાઓ પૂરી પાડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવી છે. આ વ્યવસ્થાઓની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે એક વિશેષ તબીબી ટીમે મેળા વિસ્તારની મુલાકાત લીધી હતી અને કોઈ પણ કટોકટીની સ્થિતિમાં ભક્તોને ઝડપી અને સરળ તબીબી સહાય મળી રહે તે માટે આરોગ્ય સેવાની તૈયારીઓની કાળજીપૂર્વક તપાસ કરી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001E581.jpg

Join Our WhatsApp Community

શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે, વ્યાપક આરોગ્ય વ્યવસ્થા અને પૂરતી તબીબી શક્તિ સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવી છે. અમૃત સ્નાન દરમિયાન કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે તબીબી સુવિધાઓનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં 100 પથારીની ક્ષમતાવાળી અત્યાધુનિક સેન્ટ્રલ હોસ્પિટલની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 25 પથારીની ક્ષમતા ધરાવતી બે સબ-સેન્ટ્રલ હોસ્પિટલો, 20-20 પથારી ધરાવતી આઠ સેક્ટરની હોસ્પિટલો અને 20-20 પથારીઓ ધરાવતી બે ચેપી રોગોની હોસ્પિટલો સ્થાપિત કરવામાં આવી છે, જેથી આરોગ્યને લગતી તમામ સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવી શકાય.

આ સમાચાર પણ વાંચો: Budget 2025 Farmers : જગતના તાતને મોદી સરકાર તરફથી મોટી ભેટ… કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારી, વ્યાજ દર હશે ખુબ જ સસ્તો..

MahaKumbh 2025: પ્રાથમિક સારવાર તાત્કાલિક ઉપલબ્ધ થાય તે માટે એક જ બેડ સાથે પ્રાથમિક સારવારની 10 જગ્યાઓ કાર્યરત છે, જ્યાં પ્રશિક્ષિત તબીબી સ્ટાફની ટીમ દરેક સમયે ફરજ પર રહેશે. ઇમરજન્સી સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે, જ્યારે જરૂર પડે ત્યારે દર્દીઓને ઝડપથી હોસ્પિટલોમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ અને તબીબી ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત મેળા વિસ્તારમાં નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ આરોગ્યની નિયમિત ચકાસણી અને સ્વચ્છતાની માર્ગદર્શિકાનું પાલન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

સુગમ આરોગ્ય સેવાઓ જાળવવા માટે, વરિષ્ઠ તબીબી અધિકારીઓની એક ટીમ મેળા વિસ્તારનું સતત નિરીક્ષણ કરી રહી છે, જરૂર મુજબ સુધારાત્મક પગલાં લઈ રહી છે. વહીવટીતંત્રે કોઈપણ પરિસ્થિતિમાં ભક્તોને સમયસર તબીબી સંભાળ પૂરી પાડવા માટે આરોગ્ય કેન્દ્રો પર પૂરતી દવાઓ, જીવન રક્ષક ઉપકરણો અને તબીબી સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. મહાકુંભની મુલાકાતે આવતા લાખો શ્રધ્ધાળુઓની મદદ માટે હેલ્પ ડેસ્ક અને માહિતી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં આરોગ્યને લગતી માહિતી અને સહાય માટે તબીબી સ્ટાફ ઉપલબ્ધ રહેશે. આ સંપૂર્ણ સેટઅપનો ઉદ્દેશ ભક્તોને વધુ સારી આરોગ્યસંભાળ સેવાઓ પ્રદાન કરવાનો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version