Site icon

Mahakumbh Mela Stampede :મહાકુંભમાં નાસભાગ પછી સફાળું જાગ્યું પ્રયાગરાજ વહીવટીતંત્ર, તાબડતોબ યોજી બેઠક; કર્યા આ 5 મોટા ફેરફારો..

Mahakumbh Mela Stampede : મહાકુંભમાં વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને, સરકારે 5 મોટા નિર્ણયો લીધા છે. આ સાથે, પ્રયાગરાજ તરફ જતી બધી સરહદો સીલ કરી દેવામાં આવી છે. આઠ જિલ્લાઓને જોડતા તમામ હાઇવે હાલમાં બંધ છે. પ્રયાગરાજ તરફ જતા બધા હાઇવે બંધ છે. હાલમાં કાર કે બસ દ્વારા પ્રયાગરાજ આવવું ખૂબ મુશ્કેલ છે. એવું માનવામાં આવે છે કે સરકાર અને વહીવટીતંત્રે સતત વધતી ભીડને કારણે આ નિર્ણય લીધો છે.

Mahakumbh Mela Stampede These 5 Big Changes In Prayagraj Entire Area Declared No Vehicle Zone Know Detail

News Continuous Bureau | Mumbai 

Mahakumbh Mela Stampede : ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ મહાકુંભ મેળા 2025માં સંગમ કિનારે થયેલી ભાગદોડ અને દુ:ખદ મૃત્યુ બાદ, વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી છે અને પાંચ મોટા ફેરફારો લાગુ કર્યા છે. હવે સમગ્ર મેળા વિસ્તારને નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે કોઈપણ પ્રકારના વાહનને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આમાં ઘણી સૂચનાઓ જારી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

Mahakumbh Mela Stampede :પોલીસ વહીવટીતંત્ર સામે આ પડકાર 

મહાકુંભમાં થયેલી નાસભાગ ની ઘટના બાદ પોલીસ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે, સીએમ યોગીની કડક સૂચના બાદ, ભક્તોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને મેળા વિસ્તાર માટે પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય. હવે પોલીસ વહીવટીતંત્ર સામે વસંત પંચમી પર અમૃત સ્નાન કાર્યક્ષમ રીતે કરાવવાનો પડકાર છે અને તેને ધ્યાનમાં રાખીને, આ ફેરફારો કરવામાં આવ્યા છે.

Mahakumbh Mela Stampede :મેળા વિસ્તારમાં આ પાંચ મોટા ફેરફારો કરાયા 

  1. મેળા વિસ્તારને સંપૂર્ણપણે નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જે હેઠળ મેળા વિસ્તારમાં તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
  2. મેળા પ્રશાસન દ્વારા VVIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે. મેળામાં કોઈ ખાસ પાસ દ્વારા વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
  3. મેળા વિસ્તારના રસ્તાઓને એક તરફી બનાવવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓની સરળ અવરજવર માટે, એક તરફી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે જે હેઠળ શ્રદ્ધાળુઓને એક માર્ગે પ્રવેશ આપવામાં આવશે અને બીજા માર્ગેથી બહાર નીકળી શકશે.
  4. વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રયાગરાજને અડીને આવેલા જિલ્લાઓમાંથી આવતા વાહનોને જિલ્લા સરહદ પર રોકવામાં આવી રહ્યા છે.
  5. 4 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી સ્નાન પૂર્ણ થાય ત્યાં સુધી કડક પ્રતિબંધો અમલમાં રહેશે, શહેરમાં ચાર પૈડાવાળા વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Mahakumbh Amrit Snan:મહાકુંભ 2025ના બીજા અમૃત સ્નાન દરમિયાન તૂટી આ ઐતિહાસિક પરંપરા; 5 કરોડથી વધારે ભક્તોએ લગાવી ડૂબકી..

Mahakumbh Mela Stampede : ફેરફારોનો હેતુ કુંભ વિસ્તારમાં ભીડને નિયંત્રિત

નાસભાગની ઘટના પછી, વહીવટીતંત્ર હવે કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવાના મૂડમાં નથી, તેથી આ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ ફેરફારોનો હેતુ કુંભ વિસ્તારમાં ભીડને નિયંત્રિત કરવાનો અને ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ભક્તોને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ પ્રકારની અરાજકતા ટાળવા માટે સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

 

 

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version