217
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને કારણે આજે બપોરે સતારા જિલ્લાના અંબેઘર ગામમાં ભૂસ્ખલન થતા ઘટનાસ્થળેથી 11 મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય આઠ લોકોની શોધખોળ ચાલુ છે.
જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું કે, પાટણ તહસીલના આ ગામમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 16 લોકો ફસાયા હોવાની આશંકા છે. કારણ કે ચારથી પાંચ મકાનો કાટમાળ નીચે દબાઇ ગયા છે.
ભારતના હવામાન વિભાગ (આઈએમડી) એ સતારા માટે એક નવું 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે, જેમાં આગામી 24 કલાકમાં મહારાષ્ટ્રના આ પશ્ચિમ જિલ્લાના ડુંગરાળ ઘાટ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર કરશે આ મદદ; છગન ભુજબળે કરી આ મોટી જાહેરાત, જાણો વિગત
You Might Be Interested In