મહારાષ્ટ્રનાં આ જિલ્લામાં શ્રમિકો સાથે ગંભીર અકસ્માત, આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 ઑગસ્ટ, 2021

શુક્રવાર

મહારાષ્ટ્રમાં બુલઢાણા જિલ્લામાં શ્રમિકોને લઈ જતું વાહન પલટી મારી જતાં મોટો અકસ્માત થયો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ સમૃદ્ધિ રાજમાર્ગ પરિયોજના માટે કામ કરતાં શ્રમિકોને લઈ જતું વાહન પલટી મારી જતાં અકસ્માત થયો છે. 

આ ભીષણ અક્સ્માતમાં ઓછામાં ઓછા 13 મજૂરોના મોત થયા છે. જોકે હજુ સાચો આંકડો મળી શક્યો નથી. 

હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે વરસાદના કારણે ડમ્પર રસ્તા ઉપર લપસવાના કારણે અકસ્માત થયો હોય. 

ડમ્પર પલટી ખાઈ જવાના કારણે 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને બીજા 5 લોકો હોસ્પિટલ પહોંચવા દરમિયાન અવસાન પામ્યા છે .

ટીમ ઇન્ડિયા તરફથી રમતા આ ક્રિકેટર પર લાગ્યો ચોરીનો આરોપ, રાજ્યના ક્રિકેટ બોર્ડે લગાવ્યો આરોપ; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More