170
Join Our WhatsApp Community
તાજેતરમાં જ મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યૂરોએ બે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.
જોકે હવે રાજ્યના એન્ટી કરપ્શન બ્યૂરોએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે પરમબીરસિંહ વિરુદ્ધ આવી કોઈ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી નથી. આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.
ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા સચિન વાઝે કેસમાં મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવ્યા બાદ પરમબીરસિંહે મુખ્ય પ્રધાનને પત્ર મોકલ્યો હતો. આ લેટર બોમ્બથી રાજ્યમાં રાજકારણ ગરમાયું હતું.
અંગ્રેજોએ પાંચ વાર કર્યું હતું આસામ-મિઝોરમનું સીમાંકન; જાણો આસામ-મિઝોરમ વચ્ચેના સીમાવિવાદનો ઇતિહાસ
You Might Be Interested In