ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
થાણે બાદ હવે પાલઘર જિલ્લાના વસઈ-વિરાર વિસ્તારમાં સ્થિત એક પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓમાં બર્ડ ફ્લૂથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.
કન્ટ્રોલ એન્ડ કન્ટેનમેન્ટ ઓફ બર્ડ ફ્લૂ રીવાઇઝડ્ એકશન પ્લાન, 2021 મુજબના કન્ટેનમેન્ટ પગલા અમલમાં મૂક્યા છે.
સાવચેતી રાખીને આરોગ્ય અધિકારીઓએ આ વિસ્તારમાં કુલ 2 હજાર પક્ષીઓને મારવાના આદેશ આપ્યા છે.
આ સિવાય ચેપગ્રસ્ત વિસ્તારથી 10 કિમીના વિસ્તારને સર્વેલન્સ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે આ 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈપણ પ્રકારની ખરીદી અને વેચાણ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ રહેશે.
થાણે જિલ્લાના પોલ્ટ્રિફાર્મમાં બર્ડ ફ્લૂના કેસ મળવાને પગલે શુક્રવાર સુધીમાં ૨૩૪૨૮ મરઘીની કત્લ કરવામાં આવી છે.
વરલી-સી ફેસ પર વિચીત્ર અકસ્માત થયો. ગાડી પલટી થઈ ગઈ. જાણો વિગતે..