ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે 2021
ગુરુવાર
મહારાષ્ટ્ર સરકારના ઉપમુખ્ય મંત્રી અજિત પવાર વિવાદોમાં ફસાયા છે. જ્યાં એક તરફ રાજ્યમાં પૈસાની ખેંચ વર્તાઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજ્ય સરકારે ઉપમુખ્ય મંત્રીના સોશિયલ મીડિયા પાછળ છ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયની જાણકારી મીડિયા પાસે પહોંચતાં જ ભારે ઊહાપોહ મચી જવા પામ્યો અને આખરે હંગામો વધતાં રાજ્ય સરકારે આ કોન્ટ્રાક્ટ રદ કરી દીધો.
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ પર નર્સો સાથે વાત કરતાં રડી પડ્યા આ મુખ્યમંત્રી; જાણો સમગ્ર ઘટના અહીં
જોકે ત્યાં સુધીમાં આખા મહારાષ્ટ્રમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા અને વિપક્ષે સરકારની આકરી ટીકા કરતાં સરકારની આબરૂ ગઈ.