ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર
મહારાષ્ટ્ર સરકારે ગુજરાત સરકાર સાથે પાર-તાપી-નર્મદા અને દમણગંગા-પિંજાલ નદી જોડો યોજનાથી અલગ થવાની જાહેરાત કરી છે. જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગુરુવારે તેની જાહેરાત લોકસભાના ચાલી રહેલા સંસંદ દરમિયાન કરી હતી.
પાર-તાપી-નર્મદા અને દમણગંગા-પિંજાલ નદી જોડો પરિયોજના મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે જોડાયેલી છે. પાણીનો મુદ્દો રાજયનો આંતરિક મુદ્દો છે. આવી યોજનાને લઈને પ્રારંભિક સ્તરે રાજ્ય સરકાર વચ્ચે સહમતી થતી હોય છે. પરંતુ અમુક કારણસર મહારાષ્ટ્ર સરકારે આ યોજનાથી અલગ થવાની જાહેરાત કરી હોવાનું ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું હતું.
ગજેન્દ્ર સિંહ શેખાવતે સંસદમાં માહિતી આપતા કહ્યું હતું કે આ વિષય પર તેઓ મહારાષ્ટ્ર સરકારને પત્ર લખશે તેમ જ આવી રાષ્ટ્રીય મહત્વની યોજના સંબંધમાં મહારાષ્ટ્ર સરકાર તેમના નિર્ણય પર પુનર્વિચાર કરે એવો આગ્રહ પણ તેઓ કરશે.
નદીઓને જોડવાની રાષ્ટ્રીય મહત્વની યોજના પર રાજ્યોએ ખુલ્લા મનથી આગળ આવવું જોઈએ. મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે અમુક મુદ્દા પર સહમતી નથી થઈ રહી ત્યારે તેનો ઉપાય લાવીને તેના પર માર્ગ કાઢવાની જરૂર છે. જેથી બંને પક્ષ વચ્ચે સહમતી સર્જાય.
શાબ્બાશ! બચ્ચાઓની સ્કૂલ બેગનો બોજો ઓછો કરવા મહારાષ્ટ્ર સરકારે આ લીધો મહત્વનો નિર્ણય; જાણો વિગત
શિવસેના સાંસંદ શ્રીકાંતે સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યું હતું કે દમણગંગા-પિંજાલ નદી પણ બંધ બનાવવામાં આવી રહ્યો છે અને મહારાષ્ટ્રએ આ સંબંધમાં પાણીને લઈને ગુજરાત સામે અમુક મુદ્દા રાખ્યા હતા. જે 2017ની પ્રલંબિત હતા. એવી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રએ આ યોજનાથી અલગ થવાનો નિર્ણય લીધો છે.