291
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 જૂન, 2021
શનિવાર
મુંબઈ સહિત પૉઝિટિવિટી રેટ અને ઑક્સિજન બેડ ઑક્યુપેન્સીના આધારે મહારાષ્ટ્ર રાજ્યમાં અનલૉક જાહેરાત કરવામાં આવી છે. જોકે દરેક જિલ્લા અને શહેરો માટે આ કાયમી અનલૉક નથી. હવેથી દર ગુરુવારે સરકારના આરોગ્ય ખાતા દ્વારા કમ્પાઇલ થયેલા ડેટા જાહેર કરવામાં આવશે. એના આધારે શું ખુલ્લું રહેશે શું બંધ રહેશે એ નક્કી થશે.
મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતા દ્વારા રાજ્યમાં કેટલા ઑક્સિજન બેડ ઑક્યુપાય થયા છે તેમ જ દરેક જિલ્લામાં પૉઝિટિવિટી રેટ શું છે અને ઑક્સિજન બેડ ઑક્યુપેશનની ટકાવારી શું છે? એની જાહેરાત કરવામાં આવશે. એના આધારે લોકલ લેવલે એટલે કે જિલ્લાસ્તરે પ્રશાસન કેવા પ્રતિબંધ મૂકવા છે એનો નિર્ણય લેશે. એટલે દરેક જિલ્લા અને શહેરમાં દુકાનો સહિત શું ખુલ્લું રહેશે કે પછી બંધ થશે એ દર ગુરુવારે સાંજે ખબર પડશે.
You Might Be Interested In