News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra School)ની શાળાઓમાં 2 મેથી ઉનાળુ વેકેશન(Summer Vacation) શરૂ થશે. રાજ્ય સરકાર(state govt) દ્વારા શાળાઓમાં ઉનાળાની રજા(Summer Holiday)ઓની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2 મેથી શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. સરકારે 13 જૂનથી શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ, સરકારે ઉનાળુ વેકેશન રદ કરવાની દરખાસ્ત કરી હતી.
2022ના ઉનાળુ વેકેશન અને શૈક્ષણિક વર્ષ 2022-23માં શાળાઓમાં વર્ગો શરૂ કરવાની બાબત સરકાર સ્તરે વિચારણા ચાલી રહી હતી. સરકારે હવે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ નિર્ણય હેઠળ, 2 મે, 2022 સોમવારથી ઉનાળુ વેકેશન શરૂ થશે. સત્ર 2022-23 માં, શાળાઓમાં ઉનાળુ વેકેશન 12 જૂન, 2022 સુધી ચાલુ રહેશે. રજાઓ બાદ 13 જૂનથી શાળાઓ શરૂ થશે. તેમજ વિદર્ભમાં જૂન મહિનામાં ભારે ગરમી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને 26 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારની શાળાઓ 27મી જૂન 2022થી શરૂ થશે.
આ સમાચાર પણ વાંચો : લ્યો બોલો એક તરફ શિવસેના ભાજપ પર વ્યંગ બાણ ચલાવે છે ત્યારે બીજી તરફ શિવસેનાના સાંસદે ભાજપના વિદેશ મંત્રીના વખાણ કર્યા.
ધોરણ 1 થી 9 અને 11 નું પરિણામ 30 એપ્રિલે શાળાઓમાં જાહેર કરવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓ તેમના પરિણામ મેળવી શકશે. આ અંગે શાળાઓને આદેશ જારી કરવામાં આવ્યો છે. સંબંધિત શાળાઓની જવાબદારી છે કે તેઓ પરિણામ વિશે વિદ્યાર્થીઓ કે વાલીઓને જાણ કરે.
સરકારે બહાર પાડેલા પરિપત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી શૈક્ષણિક વર્ષથી હવેથી દર વર્ષે રાજ્યમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્કૂલ જૂન મહિનાના બીજા સોમવાર (એ દિવસે સાર્વજનિક રજા હોય તો એના પછીના દિવસે) તેમ જ વિદર્ભનું તાપમાન ધ્યાનમાં રાખતા જૂન મહિનાના ચોથા સોમવારે (એ દિવસે સાર્વજનિક રજા હોય તો એ પછીનો દિવસ) જે તારીખ હશે એ તારીખથી સ્કૂલ શરૂ થશે.