Site icon

કોરોનાને કારણે 400 ઘોડાઓના માથા પર ભૂખમરો તોળાઈ રહ્યો છે. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,  19 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

સોમવાર.

    ગત એક વર્ષથી વિશ્વમાં કોરોના મહામારી એ લોકોને ત્રસ્ત કરી દીધા છે. આ વર્ષના ફેબ્રુઆરી મહિનાથી કોરોનાની બીજી લહેર ની શરૂઆત થતા જ એ વધારે ઘાતક નીવડી રહી છે. આને કારણે વેપાર-ધંધા પર એની ખૂબ જ માઠી અસર જોવા મળી રહી છે. 

    જ્યાં લોકોનો ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ લગાડવામાં આવી રહ્યો છે ત્યાં ફરવા જવાનું તો સામાન્ય માણસ વિચારે જ કેવી રીતે. તેથી પ્રવાસના સ્થળ પર પણ એની માઠી અસર પડી છે. મુંબઈના પ્રખ્યાત હીલ  સ્ટેશન માથેરાન માં પણ કોરોના ની અસર જોવા મળી રહી છે. પ્રવાસીઓ હિલ સ્ટેશનની મુલાકાત ન લેતા માથેરાનના 400થી વધુ ઘોડાઓ ભૂખમરા નો સામનો કરવો પડી શકે છે. ઘોડાના માલિકોએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે, સરકારે રાજ્યમાં લોકડાઉનની જે અનિશ્ચિતતા ફેલાવી છે તેમાંથી તેમને જામીન આપે. 

  માથેરાનમાં એવા 235 ઘોડાના માલિક છે જેમની પાસે 460 લાઇસન્સ વાળા ઘોડા છે. ઘોડાના એક માલિક ના જણાવ્યા પ્રમાણે, 'સામાન્ય રીતે પ્રવાસીઓ અહીં ન આવતા પરિવહન કરતા ઘોડાઓ આળસુ થઇ રહ્યા છે.' ઘોડા માલિકો તેવો દાવો કરી રહ્યા છે કે, 'કદાચ  અમે અમારા  ઘોડાઓને યોગ્ય ખોરાક પૂરો પાડવા માટે સમર્થ નહિં હોઈએ. કરોનાની બીજી લહેર એ અમારી આવક પર ઘણી જ ઊંડી અસર કરી છે. તેનાથી અમે અમારા ઘોડાઓને  સામાન્ય ખોરાક પણ આપી શકતા નથી.' 

લોહીની અછત દૂર કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગળ આવ્યું. કાંદિવલીમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ.

    ઘોડાના સામાન્ય આહારમાં ઘઉં, જવ અને ઘાસ નો સમાવેશ થાય છે. જ્યારે પોષક આહાર માં સફરજન અને ગાજર નો સમાવેશ થાય છે. દરરોજ એક ઘોડાના ખોરાક પાછળ અંદાજે 250  રૂપિયાનો ખર્ચ થાય છે.

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version