ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવાર તારીખ 5 જુલાઈ 2021 ના રોજ ઐતિહાસિક હંગામો થયો. બે દિવસનું સત્ર શરૂ થતાની સાથે જ વિપક્ષે આક્રમક તેવર દેખાડ્યા. અનેક મુદ્દા પર રાજ્ય સરકાર પર આકરા ચાબખા માર્યા. ત્યારબાદ સત્તાધારી અને વિપક્ષ વચ્ચે ઝઘડો વધી જતાં બંને તરફના ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષ પાસે ધસી ગયા. અહીં અમુક ધારાસભ્યોએ રાજદંડ ચોરવાનો પ્રયત્ન કર્યો. ત્યાર બાદ મામલો ઠંડો પાડવા માટે વિધાનસભા અધ્યક્ષ સત્તાધારી તેમ જ વિપક્ષના નેતાઓ ને પોતાની કેબીનમાં બોલાવ્યા. અહીં કેબિનમાં બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કી અને ગાળાગાળી થઇ. ત્યારબાદ વિધાનસભામાં શિવસેનાના નેતા અનિલ પરબ પ્રસ્તાવ લઈ આવ્યા તેમજ ભાજપના બાર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
મહારાષ્ટ્રમાં રાજનૈતિક ખળભળાટ. ભાજપના 12 ધારાસભ્યો એક વર્ષ માટે સસ્પેન્ડ