News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલી ભાજપ(BJP) અને શિવસેના(Shivsena) વચ્ચેની લડાઈ દિલ્હી(Delhi) દરબાર સુધી પહોંચી ગઈ છે.
પોતાના પર થયેલા હુમલાને લઈને મહારાષ્ટ્ર બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ(Kirit somaiya) આજે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા(Union Home Secretary Ajay Bhalla) સાથે મુલાકાત કરી છે.
લગભગ 25 મિનિટ સુધી ગૃહ સચિવને મળીને બહાર આવ્યા બાદ સોમૈયાએ કહ્યું કે આવી જ ઘણી ફરિયાદો પહેલા પણ આવી છે.
સોમૈયાએ જણાવ્યું કે, અજય ભલ્લાએ જરૂરિયાત પડવા પર એક તપાસ ટીમને મહારાષ્ટ્ર મોકલવાની વાત પણ કહી છે.
મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા(hanuman chalisa) અને લાઉડસ્પીકર(Loudspeaker) વિવાદની વચ્ચે સોમૈયા પર રવિવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ માટેનો આરોપ શિવસેનાના(Shivsena) કાર્યકર્તા પર લાગ્યો છે.
આ સમાચાર પણ વાંચો : આ આદિવાસી નેતાએ કરી માંગણી. જે ધર્મ પરિવર્તન કરે છે તેને નાત બહાર મુકો. જાણો વિગતે…