Site icon

દસમા અને બારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટી રાહત. પરીક્ષામાં સરકારે આ રાહત આપી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

20 માર્ચ 2021

વિદ્યાર્થીઓ માટે પરીક્ષા એટલે કટોકટીનો સમય અને જો આજ કટોકટીમા થોડીક રાહત થાય તો વિદ્યાર્થીઓ ને કેટલી હાશ થાય.

એપ્રિલ મહિનામાં છેલ્લા સપ્તાહથી શરૂ થતી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર છે.હવે ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો સમય અવધિ વધારીને ત્રણ કલાકના બદલે સાડા ત્રણ કલાક કરી દેવામાં આવી  છે.મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આજે પત્રકાર પરિષદમાં આ વાત કહી હતી.આ અગાઉ 80 માર્ક ના પેપરમાં વિદ્યાર્થીઓને ત્રણ કલાકનો સમય આપવામાં આવતો હતો જે અમુક વિષયો માટે તેમને પૂરો પણ પડતો ન હતો.

આજના કોરોના ગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન તે વિશે તેમણે ચૂપકીદી સેવી હતી.પરંતુ જો પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી મા કોરોના ના લક્ષણ હશે. અને પરીક્ષા નહીં આપી શકે તો તેવા વિદ્યાર્થીઓ  માટે જૂન મહિનામાં વિશેષ પરીક્ષા લેવામાં આવશે.

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version