ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 માર્ચ 2021
બજેટમાં મહારાષ્ટ્ર સરકારે સૌથી વધુ મુંબઈ શહેરને ફાયદો પહોંચાડ્યો છે. અનેક પ્રોજેક્ટોને હજારો કરોડની ફાળવણી થઈ છે.
સરકારે કરેલી જાહેરાત મુજબ સપ્ટેમ્બર 2022 સુધીમાં ટ્રાન્સ હાર્બર લીંક પૂરો થઈ જશે. આ પ્રોજેક્ટ પાછળ ૧૧,૩૩૩ કરોડ રૂપિયા ખર્ચનાર છે.
બાંદ્રા વર્સોવા સી-લિંક નો ફીઝેબલેટી રિપોર્ટ મંગાવવામાં આવશે અને આ પ્રોજેકટ પાછળ ૪૨ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.
ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પાછળ ૬૬૦૦ કરોડ ખર્ચ કરવામાં આવશે.
કોસ્ટલ રોડ વર્ષ ૨૦૨૪ સુધીમાં બનીને તૈયાર થશે.
બાળાસાહેબ ઠાકરે મેમોરિયલ પાછળ ૪૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન, સમયસર લોન ભરનાર નું વ્યાજ માફ. જાણો વિગત