Site icon

મહારાષ્ટ્રનું આજથી શરૂ થતું બજેટ અધિવેશન તોફાની બની રહેશે.. મહાવિકાસ આઘાડીને બાનમાં લેવા ભાજપ સજ્જ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 03, માર્ચ 2022,          

Join Our WhatsApp Community

ગુરુવાર.

મહારાષ્ટ્રનું આજથી 25 માર્ચ સુધી ચાલનારા અર્થસંકલ્પીય અધિવેશન તોફાની બની રહેશે, એવા એંધાણ છે. બજેટની ચર્ચા દરમિયાન મહાવિકાસ આઘાડીના બે મંત્રીઓના રાજીનામા બાદ અને લઘુમતી મંત્રી નવાબ મલિક વિપક્ષના નિશાના પર રહેશે. ભાજપે નવાબ મલિકનું રાજીનામું કોઈ પણ હિસાબે લઈને લેશે એવો પડકાર ફેંક્યો છે, તેથી અધિવેશનમાં શાંતિપૂર્વક બજેટ પર ચર્ચા થશે કે તે જોવાનું રહેશે. 

બજેટ સત્ર દરમિયાન ગૃહમાં ઉઠાવવામાં આવનાર આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો હશે. આ વર્ષના બજેટ સત્રમાં ગઠબંધન સરકારના નેતાઓ સામેના ભ્રષ્ટાચારના આરોપો, ભાજપના નેતા કિરીટ સૌમ્યા સામેના આક્ષેપો, કેન્દ્રીય મંત્રીઓ નારાયણ રાણે અને નિતેશ રાણે સામેની કાર્યવાહી, કેન્દ્રીય મશીનરીનો ઉપયોગ અને અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચામાં આવે એવી શક્યતા છે.  

વિપક્ષે વીજ પુરવઠો, ઓબીસી અનામત અને એસટી કામદારોના આંદોલન સહિતના વિવિધ મુદ્દે વિધાનસભાનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. આ સંમેલનમાં સૌથી મહત્વનો મુદ્દો વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીનો રહેશે. આ બજેટ સત્રમાં વિધાનસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાય એવી શક્યતા છે. 

મુંબઈગરા પાણી સંભાળીને વાપરજો.. મુંબઈમાં 15 નહીં પણ આટલા ટકા પાણીકાપ, નગરસેવકોએ કર્યો આરોપ; જાણો વિગત

અધિવેશનમાં અનેક મુદ્દાઓ ગાજે એવી શક્યતા છે, જેમાં ખાસ કરીને મહાવિકાસ આઘાડી સરકારમાં નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપોને લઈને ભાજપ સરકારને બરોબરની ઘેરે એવી શક્યતા છે. ઈડીની કસ્ટડીમાં રહેલા નવાબ મલિકનું રાજીનામું,  કિરીટ સૌમ્યા સામે આક્ષેપો, નારાયણ રાણે અને નિતેશ રાણે સામે કાર્યવાહી કેન્દ્રીય એજેન્સીનો ઉપયોગ, ઓબીસી આરક્ષણ, મરાઠા આરક્ષણ, કોરોના સમયગાળા માં ભ્રષ્ટાચાર, ખેડૂતોના વીજ બિલ માફી, પાક વીમો, સસ્પેન્ડ કરાયેલા 12 ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવાનો પ્રશ્ન,  રાજ્યપાલ દ્વારા નિયુક્ત 12 ધારાસભ્યોના સસ્પેન્ડ પ્રશ્ન મુદ્દાઓ ગાજી શકે છે.

  કેન્દ્ર દ્વારા રજૂ કરાયેલા બજેટની રાજ્ય સરકાર દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. તે મુજબ હવે રાજ્ય સરકાર શું કરે છે તેના પર ચાંપતી નજર રાખીને ભાજપ શાસક પક્ષને ઘેરે તેવી શક્યતા છે.

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version