Site icon

કોંગ્રેસે ઝૂંટવી લીધો ભાજપનો 28 વર્ષ જૂનો ગઢ, પુણેની કસબા પેઠ બેઠક પર આ ઉમેદવારે લહેરાવ્યો જીતનો ઝંડો..

મહારાષ્ટ્રના પુણે જિલ્લાની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીઓનું પરિણામ આજે આવી ગયું છે. પુણેની કસબા અને ચિંચવાડ બેઠકો ભાજપના મજબૂત કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. ચિંચવાડમાં કંઈપણ અણધાર્યું નહોતું.

Bypoll Results 2023 : Oppn, BJP win 3 seats each, INDIA leads in Ghosi

Bypoll Results 2023 : સાતમાંથી છ બેઠકોના પરિણામ જાહેર, જાણો ભાજપે કેટલી બેઠકો જીતી, ક્યાં ઇન્ડિયા થયું સફળ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પુણે જિલ્લાની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી ચૂંટણીઓનું પરિણામ આજે આવી ગયું છે. પુણેની કસબા અને ચિંચવાડ બેઠકો ભાજપના મજબૂત કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. ચિંચવાડમાં કંઈપણ અણધાર્યું નહોતું. પરંતુ પુણેની કસબા પેઠની બેઠક પર એક નવો ઇતિહાસ લખવામાં આવ્યો છે. ભાજપના અશ્વિની જગતાપ ચિંચવાડમાં જીત્યા છે. તો પુણેના કસબા પેઠમાં, કોંગ્રેસના રવિન્દ્ર ધંગેકર ભાજપના 28 વર્ષ જૂના કિલ્લાના કાંગરા ખેરવીને ભવ્ય વિજય મેળવ્યો છે. રવિન્દ્ર ધંગેકર 11 હજાર 40 મતોની સરસાઈ સાથે આ બેઠક પર જીત મેળવી છે.

Join Our WhatsApp Community

કસબા પેઠ બેઠક પરથી રવિન્દ્ર ધંગેકરને 73194 મતો મળ્યા અને ભાજપના હેમંત રાસ્ને 62244 મતો સાથે બીજા સ્થાને રહ્યા. ચિંચવાડમાં, સ્વર્ગસ્થ ધારાસભ્ય લક્ષ્મન જગતાપના પત્ની અશ્વિની જગતાપને ભાજપે ટિકિટ આપીને ચૂંટણી જંગ લડાવ્યો હતો. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધીમાં હાથ ધરાયેલ ગણતરીમાં અશ્વિની જગતાપે 57 હજારથી વધુ મતો મેળવ્યા છે અને તેઓ મહાવિકાસ આઘાડીના સંયુક્ત ઉમેદવાર એનસીપીના નાના કાટેથી લગભગ દસ હજાર મતોથી આગળ છે. ચિંચવાડ માં વીસ રાઉન્ડમાંથી, સોળ રાઉન્ડ મતોની ગણતરી પૂર્ણ કરવામાં આવી છે. આથી તેમની જીત નક્કી જ છે.

આ સમાચાર પણ વાંચો  : મુસાફરોની સુવિધામાં અગવડ, જોગેશ્વરી સ્ટેશન પરનો આ પદયાત્રી પુલ આ તારીખ સુધી રહેશે બંધ.. 

બીજેપી ધારાસભ્યો મુક્તા તિલક (કસબા) અને લક્ષ્મણ જગતાપ (ચિંચવડ) ના મૃત્યુને કારણે બંને બેઠકો પર પેટાચૂંટણીની જરૂર પડી. પેટાચૂંટણી 26 ફેબ્રુઆરીએ યોજાઈ હતી અને સરેરાશ 50 ટકા મતદાન થયું હતું.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version