મુંબઈને બાકાત કરતા શહેરોની મહાનગરપાલિકામાં હવે દરેક વોર્ડમાં હશે આટલા નગરસેવકઃ મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23, સપ્ટેમ્બર 2021

ગુરુવાર.

ચાલુ વર્ષે તથા આગામી વર્ષે થનારી સ્થાનિક મહાનગરપાલિકા, પાલિકા તથા પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મુંબઈને બાકાત કરતા મહારાષ્ટ્રની તમામ મહાનગરપાલિકા તથા મ્યુનિસિપલ કાઉન્સિલમાં હવેથી દરેક વોર્ડમાં ત્રણ નગરસેવકો રહેશે. રાજયની કેબિનેટની બેઠકમાં બુધવારે આ મહત્વનો નિર્ણય  લેવામાં આવ્યો છે. બહુ જલદી તેને લગતો વટહુકમ બહાર પાડવામાં આવશે.

મુંબઈ મ્યુનિસિપલ એક્ટ એ  બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માટેનો અલાયદો કાયદો છે. તેથી મુંબઈમાં એક વોર્ડ એક નગરસેવકની સિસ્ટમ જ ચાલુ રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાની ફેબ્રુઆરી 2022માં ચૂંટણી થવાની છે.

મુંબઈ સિવાય રાજયની મહાનગરપાલિકામાં દરેક વોર્ડમાં 3, તો નગરપાલિકામાં 2 અને નગરપંચાયતમાં 1 સભ્ય રહેશે એવી માહિતી નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેએ આપી હતી.

અગાઉ મહાનગરપાલિકામાં 4 નગરસેવકોનો એક વોર્ડ કરવાનો પ્રસ્તાવ નગરવિકાસ વિભાગે રજૂ કર્યો હતો. જોકે ચાર નગરસેવકો સાથે વોર્ડ મોટો થઈ જશે. તેથી 3 નગરસેવકો સાથેનો વોર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહંત નરેન્દ્ર ગિરીના મોતની તપાસ હવે CBI કરશે, આ રાજ્ય સરકારે કરી ભલામણ; જાણો વિગતે 

સરકારના કહેવા મુજબ આ નિર્ણયથી રાજય સરકાર તરફથી મળતા ભંડોળનો યોગ્ય પ્રકારે ઉપયોગ થશે. તેમ જ સંબંધિત વોર્ડનો પણ યોગ્ય રીતે વિકાસ થઈ શકશે એવો દાવો સરકારે કર્યો છે. જોકે આ નિર્ણયથી મહાવિકાસ આઘાડી સરકારના ઉમેદવારોને આગામી ચૂંટણીમાં ફાયદો થશે એવું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!