News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) અને દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) શપથ ગ્રહણ કર્યા તેનો એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી કેબિનેટનું વિસ્તરણ(Cabinet expansion) ન થતાં હવે તેની અસર વિભાગો પર પડી રહી છે. તેથી શિંદે સરકારે(Shinde govt) મંત્રીઓની તમામ સત્તાને લઈ મોટો નિર્ણય કર્યો છે.
મીડિયા અહેવાલો મુજબ અગાઉ કેબિનેટ વિસ્તરણ 5 ઓગસ્ટે થવાનું હતું તે મોકૂફ રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં મંત્રીની ગેરહાજરીને કારણે અનેક વિભાગોના કામો પ્રભાવિત થઈ રહ્યા છે, જેના કારણે હાલ ઘણા વિકાસ કાર્યો પણ અટવાઈ પડ્યા છે. હવે મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની સત્તા સચિવોને સોંપવામાં આવી છે. એટલે કે શિંદે સરકારે રાજ્યના વિવિધ વિભાગોના સચિવોને મંત્રીઓની જેમ નિર્ણય લેવાની સત્તા આપી છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની એક પછી બીજી ભૂલ-પરિવારવાદને આગળ વધારતા હવે તેજસ ઠાકરેને આ જવાબદારી સોંપાશે
મહત્વનું છે કે મંત્રીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને ઘણા આદેશો જેની તાત્કાલિક જરૂર છે તે તમામ અધિકાર મંત્રીઓ પાસે હોય છે. ગૃહ, મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રાલયમાં છેલ્લા મહિનાથી અનેક અપીલો પેન્ડિંગ છે.
માનવામાં આવી રહ્યું છે કે શિંદે સરકારની કેબિનેટની રચનામાં વિલંબનું મુખ્ય કારણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ છે. મહારાષ્ટ્રમાં તાજેતરના રાજકીય સંકટને લગતી છ અરજીઓ દેશની સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે.