ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 માર્ચ 2021
ઠાકરે બંધુઓ વધુ એક વખત આમનેસામને આવી ગયા છે. આ વખતે તેમની વચ્ચેની લડાઈ ગુજરાતીઓ ના મામલે છે. ગત સપ્તાહે રાજ ઠાકરે એ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર તેમજ વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને જણાવ્યું હતું કે કોંકણના નાણાર માં આવનાર રિફાઇનરી ને રોકવી એ મહારાષ્ટ્ર માટે હિતાવહ નથી. આથી આ રિફાઇનરી ને બનવા દેવામાં આવે.
રાજ ઠાકરેના આરોપના જવાબમાં શિવસેનાએ ગુજરાતી કાર્ડ રમ્યુ છે. શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે રાજ ઠાકરે પર આરોપ લગાવ્યો છે કે નાણાર પ્રકલ્પમાં આશરે ૨૨૧ જેટલા ગુજરાતીઓએ જમીન ખરીદી છે. જો આ પ્રકલ્પ આવે તો ગુજરાતીઓને લાભ થાય એમ છે. આથી શું રાજ ઠાકરે હવે ગુજરાતીઓની સાથે બેસી ગયા છે?
આમ ગુજરાતીઓએ જે જમીનો ખરીદી છે તે સંદર્ભે રાજ ઠાકરે અને શિવસેના આમને-સામને છે.