ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
કોરાનાની ત્રીજી લહેરના જોખમને પગલે મહારાષ્ટ્રમાં માંડ માંડ શરૂ થયેલી શાળાઓ ફરી બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે રાજ્યની શાળાઓ ફરી શરૂ કરવાની માગણી માટે હવે મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં ઉતરી છે.
મહારાષ્ટ્ર સરકારે લાગુ કરેલા કોરોના પ્રતિબંધક નિયમો માં સુધારા કરવાની માગણી મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સે કરી છે અને મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે રાજ્યમાં ફરી શૈક્ષણિક સંસ્થા 50 ટકા ક્ષમતાએ ચાલુ કરવાની સાથે જ 50 ટકા ક્ષમતાએ લગ્ન સમારંભ પર ફરી ચાલુ કરવાની મંજૂરી આપો.
મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના કહેવા મુજબ લગ્ન સમારંભ, સભા, સામાજિક કાર્યક્રમ, સેમીનાર વગેરે માટે 50 ટકાની ક્ષમતા નક્કી કરવામાં આવી છે. આવા પ્રકારના આયોજન પર ઈવેન્ટ ઓર્ગેનાઈઝર, કેટરર્સ, ટેન્ટ કોન્ટ્રેક્ટર, ડેકોરેટર, બેન્ડબાજાવાળા જેવા અનેક નાના-મોટા વ્યવસાયિકોની રોજગારી જોડાયેલી છે. 50 ટકાની ક્ષમતાને કારણે આ લોકોને ફરી આર્થિક ફટકો પડી રહ્યો છે
સાવધાનઃ રેલવેના ઈન્ટરલોકિંગના કામને કારણે આ રાજયોમાં જતી ટ્રેનોને થશે અસર જાણો વિગત
સ્કૂલ બાબતે મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સે કહ્યું હતું કે સ્કૂલ, કોલેજ 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા બે શૈક્ષણિક વર્ષમાં ઓનલાઈન પદ્ધતિએ સ્કૂલ ચાલી રહી છે. તેથી તેની બાળકોના મગજ પર અને શૈક્ષણિક પ્રગતિ પણ તેમ જ વ્યક્તિગત જીવન પર અસર થઈ છે. ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓને મોબાઈલનું વ્યસન લાગી ગયું છે. વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગની જરૂર પડી રહી છે. મોબાઈલને કારણે તેમની આંખોને અસર થઈ રહી છે.
વિદ્યાર્થીઓમાં કોરોનાના ચેપનું પ્રમાણ ઓછું છે. 8મા ધોરણથી આગળના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે. તેથી 50 ટકા ક્ષમતાએ સ્કૂલ ચાલુ કરવામાં વાંધો નથી એવી દલીલ પણ મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સે કરી છે.
