Site icon

મુખ્યમંત્રી બનતા જ એકનાથ શિંદેએ લીધો અજબ નિર્ણય-મુંબઈના તળાવોનું આટલું પાણી થાણાને આપી દીધું-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) એકનાથ શિંદેએ(Eknath Shinde) પદ સ્વીકારવાની સાથે જ મુંબઈગરા સાથે અન્યાય કર્યો છે. મુંબઈના કોટાનું પાણી(Quota water) તેમણે થાણેને આપી દીધું છે. મુંબઈની પ્રતિદિન મળતું 3,850 લિટર પાણી મુંબઈની સવા કરોડની વસ્તી સામે પહેલાથી ઓછું છે, તેમાં હવે મુંબઈના ક્વોટાનું 20 મિલિયન લિટર પાણી તેમણે થાણેને(Thane) આપી દીધું છે. 

Join Our WhatsApp Community

એકનાથ શિંદે થાણે વિસ્તારના છે, તેથી મુખ્યમંત્રી બનવાની સાથે જ તેમણે થાણેવાસીઓને ખુશ કરવા માટે મુંબઈના હિસ્સાનું પાણી થાણેને આપી દીધું છે.

થાણે શહેરને વધારાનો પાણી પુરવઠો(water supply) કરવા માટે ભાતસા(Bhatsa) અને બારવી બંધમાંથી(Barvi Bandh) 50-5- મિલિયન લિટર અને મુંબઈ મહાનગરપાલિકાના(BMC) ક્વોટાનું 20 મિલિયન લિટર પ્રક્રિયા કરેલું  પાણી થાણેના કોપરી અને વાગળે એસ્ટેટ પરિસર તેમ જ દીવા પરિસરને સાડા છ મિલિયન લિટર વધારાનું પાણી આપવાનો નિર્દેશ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે નક્કી થઇ ગયું- આ તારીખે થશે શિંદે ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ

હાલ થાણે શહેરને 485 મિલિયન લિટર જેટલો પાણી પુરવઠો થાય છે. વધતી લોકસંખ્યા સામે બારવી અને ભાતસા બંધમાંથી 50-50 મિલિયન લિટર વધારાનું પાણી ઉચેલવાનો નિર્ણય તાજેતરમાં થયેલી બેઠકમાં મુખ્યપ્રધાને લીધો હતો.
 

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version