News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra CM) એકનાથ શિંદેએ(Eknath Shinde) તેમના કાફલા(Fleet) માટે રસ્તામાં રહેલી સ્પેશિયલ સિક્યોરીટીને(Special Security) રદ કરવાનું કહ્યું છે. તેથી કરીને તેમના કારણે રસ્તા પર ટ્રાફિક જામની(Traffic jam) સમસ્યાથી સામાન્ય નાગરિકોને છૂટકારો મળશે.
સુરક્ષા અને પ્રોટોકોલ(Security and protocol) મુજબ જયારે પણ મુખ્ય પ્રધાનનું વાહન(CM's vehicle) અને તેમનો કાફલો રસ્તા પરથી પસાર થવાનો હોય છે ત્યારે સામાન્ય નાગરિકોના વાહનવ્યહારને(Transportation) એટલે કે ટ્રાફિકને રોકી દેવામાં આવે છે. તેને કારણે અનેક વખત રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા થતી હોય છે. હવે જોકે મુખ્ય પ્રધાનના આદેશ મુજબ જે પણ રસ્તા પરથી તેઓ પસાર થવાના હશે ત્યારે રસ્તા પર ટ્રાફિક રોકવામાં આવશે નહીં.
આ સમાચાર પણ વાંચો : શિંદે કેબિનેટ વિસ્તરણની ફોર્મ્યુલા દિલ્હીમાં નક્કી થશે- સીએમ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત આ દિગ્ગજ નેતાઓ સાથે કરી બેઠક
પોલીસ અધિકારીના(Police officer) કહેવા મુજબ મુખ્ય પ્રધાનોને ઝેડ-પ્લસ સુરક્ષા(Z-Plus security) આપવામાં આવતી હોય છે. તેથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તા પર જયારે તેમનું વાહન પસાર થવાનું હોય ત્યારે અન્ય વાહનોને ત્યાથી પસાર થવાની છૂટ હોતી નથી. અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના(Uddhav thackeray) કાફલામાં એક અજાણી કાર અચાનક ઘૂસી ગઈ હતી અને સુરક્ષાનું જોખમ નિર્માણ થયું હતું.