News Continuous Bureau | Mumbai
Maharashtra CM News : મહારાષ્ટ્રમાં મહાયુતિની જોરદાર જીત બાદ હવે નવી સરકાર 5 ડિસેમ્બરે આઝાદ મેદાનમાં શપથ લેશે. નવી મહાયુતિ સરકારમાં મુખ્યમંત્રીની ખુરશી ભાજપ પાસે જ રહેશે. આ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી માનવામાં આવે છે પરંતુ સીએમ શિંદે સરકારમાં સામેલ થશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે. કાર્યપાલક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુંબઈ પરત ફર્યા બાદ સોમવારે મહાગઠબંધનના ઘટક પક્ષો વચ્ચે નવી સરકારના ફોર્મેટ પર ચર્ચા થવાની અપેક્ષા છે. દરમિયાન ભાજપે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મહારાષ્ટ્ર માટે નિરીક્ષક બનાવ્યા.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે, જેમાં ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરશે.
Maharashtra CM News :5મી ડિસેમ્બરે શપથગ્રહણ
ભાજપના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, “રુપાણી અને સીતારમણ બુધવારે મુંબઈમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળશે. આ બેઠક બાદ પસંદગી પામેલા ઉમેદવારનું નામ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓને મોકલવામાં આવશે. આ પછી, આ નિરીક્ષકો ભાજપના ચૂંટાયેલા નેતાની જાહેરાત કરશે, જે આગામી મુખ્યમંત્રી બનશે.
Maharashtra CM News :દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદ માટે ફાઈનલ
મહત્વનું છે કે ભાજપે પહેલેથી જ જાહેરાત કરી છે કે નવા મુખ્યમંત્રી 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓની હાજરીમાં શપથ લેશે. જોકે પાર્ટીએ કોઈ ઔપચારિક જાહેરાત કરી નથી, પરંતુ રવિવારે ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદ માટે ફાઈનલ થઈ ગયું છે.
Maharashtra CM News : પીએમ મોદી, શાહ અને નડ્ડા પણ હાજરી આપશે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવાર, 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. આ સમારોહમાં પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા અને શાસક એનડીએ ગઠબંધનના ટોચના નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ હાજરી આપે તેવી શક્યતા છે. રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર 16 થી 24 ડિસેમ્બર દરમિયાન યોજાય તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra New CM :મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે? ભાજપે બે દિગ્ગજોને સોંપી જવાબદારી, ધારાસભ્યો સાથે કરશે બેઠક..
Maharashtra CM News :હું ભાજપના નિર્ણયને સમર્થન આપીશ- એકનાથ શિંદે
મહાગઠબંધનમાં ભાજપના બે મુખ્ય સહયોગી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવે તેવી શક્યતા છે. મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મુખ્ય પ્રધાનને લઈને ભાજપના નિર્ણયને સમર્થન આપશે.
તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્ય ચૂંટણીમાં, મહાયુતિએ 288 વિધાનસભા બેઠકોમાંથી 230 બેઠકો જીતી હતી. ભાજપ 132 બેઠકો સાથે આગળ છે, જ્યારે શિવસેનાને 57 અને NCPને 41 બેઠકો મળી છે. મહારાષ્ટ્રને 5 ડિસેમ્બરે તેના આગામી મુખ્યમંત્રી મળશે અને ચૂંટણીની અટકળોનો પણ અંત આવશે.