ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 જૂન 2021
મંગળવાર
કોરોના મહામારીના સંકટ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં લોકોને મનમૂકીને દાન કરવાની અપીલ કરી હતી. મહારાષ્ટ્રની જનતાએ સારો એવો પ્રતિસાદ આપીને 592 કરોડ 49 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું, પરંતુ મુખ્ય પ્રધાનની બેદરકારી કહો કે પછી અનિચ્છા આ ભંડોળમાંથી અત્યાર સુધીમાં માત્ર 190 કરોડ 68 લાખ રૂપિયા જ વપરાયા છે.
કોરોના મહામારીને પગલે લાદવામાં આવેલા લૉકડાઉન દરમિયાન મહારાષ્ટ્ર સરકારે પરપ્રાંતીયોને તેમના વતન મોકલવાથી લઈને લોકોને મફતમાં ભોજન આપવા જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી. તેમ જ લોકોની સારવાર, ટેસ્ટિંગ, હૉસ્પિટલોમાં કોવિડ આઇસીયુ ચાલુ કરવા, કોરોનાના ટેસ્ટિંગ માટે સાધનો ખરીદવા, ટેસ્ટિંગ માટે લૅબોરેટરી ચાલુ કરવી, પ્લાઝમા થેરપી માટે શિક્ષણ આપવા, મારો પરિવાર, મારી જવાબદારી અભિયાન ચલાવવા, જેવાં કામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એથી બધા ખર્ચાને પહોંચી વળવા માટે મુખ્ય પ્રધાને આવા સમયે જનતાને મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં દાન કરવાની અપીલ કરી હતી.
યોગી સરકારે સૌથી સખત કાયદાનો ઉપયોગ કર્યો. ધર્માંતરણ કરાવનાર પર આ કાનૂની પગલાં લેવાશે. જાણો વિગત
નાગરિકોએ મોટા પ્રમાણમાં દાન કર્યું હતું, પણ ઉદ્ધવ ઠાકરે સરકારની બેદરકારીને કારણે જમા થયેલા ભંડોળમાંથી 67 ટકા રકમ વપરાયા વગર પડી રહી છે. આ વપરાયા વગરની પડી રહેલી રકમનો આંકડો અધધધ કહેવાય એમ 401 કરોડ 81 લાખ રૂપિયા છે.