188
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 મે 2020
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આઠ અન્ય રાજ્ય વિધાન પરિષદમાં બિનહરીફ ચૂંટાયા છે. આ સાથે સીએમ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા પર બંધારણીય સંકટ ટળી ગયું. સીએમ ઉદ્ધવ ઠાકરે ઉપરાંત વિધાન પરિષદના ઉપાધ્યક્ષ નીલમ ગોર (શિવસેના), રણજીતસિંહ મોહિત પાટિલ, ગોપીચંદ પાડલકર, પ્રવીણ દટકે અને રમેશ કરાડ (તમામ ભાજપ) ને પણ ચૂંટાયેલા જાહેર કરાયા છે. ચૂંટાયેલા ઉમેદવારોમાં એનસીપીના શશીકાંત શિંદે અને અમોલ મિતકારી અને કોંગ્રેસના રાજેશ રાઠોડનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ 28 નવેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા આ કારણે તેમનું વિધાનસભા કે વિધાન પરિષદ બંન્નેમાંથી કોઈ એકમાં સભ્ય બનવુ જરૂરી થઈ ગયું હતું. મહત્વનું છે કે ચૂંટણીના મેદાનમાંથી પોતાનું નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 14 મે હતી. મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન અપક્ષ ઉમેદવાર શાહબાઝ રાઠોડનું નામાંકન નામંજૂર કરાયું હતું. આ સિવાય મંગળવારે જ ચાર ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. આ રીતે નવ બેઠકો માટે માત્ર નવ ઉમેદવારો બાકી હતા. જેના કારણે તમામ બિનહરીફ ચૂંટાયા હતા..
You Might Be Interested In