News Continuous Bureau | Mumbai
શિવસેનાના(Shivsena) વરિષ્ઠ નેતા અને થાણેના(Thane) લોકપ્રિય નેતા આનંદ દિઘેના(anand dighe) જીવન પર બનેલી ધર્મવીર ફિલ્મે(Dharmavir film) લોકોમાં ખાસ્સું એવું આર્કષણ જમાવ્યું છે. રવિવારે આઈનોક્સ( Inox) માં પત્ની સાથે ફિલ્મ જોવા ગયેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ(CM uddhav thackeray)ફિલ્મનો અંત બાકી હતો ત્યારે તે અચાનક બહાર નીકળી ગયા હતા. ફિલ્મની છેલ્લી દસ મિનિટ બાકી હતી તે નહી જોતા તેઓ બહાર નીકળી જતા લોકો અવાક્ થઈ ગયા હતા.
મિડિયાકર્મી સહિત અનેક લોકોએ તેમને આ બાબતે સવાલ કરતા તેમણે કહ્યું હતું કે ફિલ્મનો અંત જોઈ શકાય એવી સ્થિતિમાં નહોતો. કારણ કે આનંદ દિઘેના એક્સિડન્ટ(Accident) બાદ બાળાસાહેબને(Bala saheb) વ્યથિત થતા જોયા હતા. આનંદ દિઘેનું અકાળ મૃત્યુ શિવસૈનિકોની સાથે જ બાળાસાહેબ માટે એક મોટો કારમો આઘાત હતો. જે વર્ષો સુધી અમે પચાવી શકયા નથી.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદની વિડિયોગ્રાફીમાં ચોંકાવારી વિગતો મળી, મસ્જિદ પરની દીવાલો પર મળી આવ્યા આ નિશાનો; હિંદુ પક્ષનો દાવો થયો વધુ મજબૂત…
અહીં ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા આનંદ દિઘે શિવસેનાના નેતા(Shivsena leader) મિલિંદ નાર્વેકરના(Milind narvekar) ઘરે ગણપતિના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની જીપનો મોટો એક્સિડન્ટ થયો હતો. જખમી આનંદ દિઘેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તે સમયે મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપની(Shivena- BJP) સરકાર હતી અને નારાયણ રાણે મુખ્ય પ્રધાન(Narayan rane) હતા. આનંદ દિઘેને મૃત્યુ બાદ રાજ ઠાકરેની(Raj thackeray) સાથે જ ઉદ્ધવ ઠાકરે હોસ્પિટલ પહોંચી ગયા હોવાનો પ્રસંગ પણ આ ફિલ્મના અંતમાં જોવા મળે છે.