ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
મહારાષ્ટ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર થશે તેમાં કોઈ શંકા નથી. આ માટે મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે આ સંદર્ભે છેલ્લા 48 કલાકથી નિર્ણયને ટાળવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે એટલે કે ૧૩ એપ્રિલના દિવસે ગુડી પડવાનો પવિત્ર દિવસ છે. આ દિવસ મહારાષ્ટ્ર અને મુંબઈમાં ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવાય છે. એવું લાગી રહ્યું છે કે ઠાકરે સરકાર આ પર્વ ઊજવાઈ ગયા બાદ લોકો પર લોકડાઉન લાદશે. એવી શક્યતા વર્તાઈ રહી છે કે સરકાર પોતાની તૈયારી માં 24 કલાકનો સમય લે. ત્યાં સુધીમાં મંગળવાર એટલે કે ગુડી પડવો આવી જશે.
ઘોર બેદરકારી!! કાંદિવલીમાં પીપીઇ કીટ નો નિકાલ નાળા માં થાય છે.
અત્યાર સુધી શું થયું?
૧. શનિવારના દિવસે મુખ્યમંત્રીએ સર્વ દળના નેતાઓની બેઠક બોલાવી તેમજ આ બેઠકમાં સ્પષ્ટ કરી દીધું કે મહારાષ્ટ્ર પાસેલોકડાઉન સિવાય હવે અન્ય કોઈ ઉપાય બાકી નથી.
૨. શનિવારે મોડી રાત્રે તેમજ રવિવારે સવારે ૧૧ વાગે ટાસ્ક ફોર્સ અને આરોગ્ય વિભાગની બેઠક બોલાવી. આ બેઠકમાં લોકડાઉન શી રીતે લાગુ કરવું તેના વિશે વિસ્તૃત ચર્ચા થઈ