મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આગેવાની હેઠળનું પ્રતિનિધિમંડળ આજે સવારે 11 વાગ્યે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે
મરાઠા અનામત, રાજ્યના જીએસટીના નાણાં, ચક્રવાતને કારણે થયેલા નુકસાન અને અન્ય મુદ્દાઓ અંગે બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે.
આ બેઠકમાં મહારાષ્ટ્રના સીએમ, ડેપ્યુટી સીએમ અજિત પવાર, મરાઠા અનામત પેટા સમિતિના પ્રમુખ અશોક ચવ્હાણ અને મંત્રી છગન ભુજબલ પણ પ્રતિનિધિ મંડળ સાથે હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન સાથેની બેઠક પહેલા એનસીપી સુપ્રીમો શરદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને મરાઠા અનામત સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
તો હવે આવશે નેઝલ વેક્સિન… વડા પ્રધાન મોદીએ કહી આ મોટી વાત, જાણો વિગત