News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharshtra)ની ઠાકરે સરકાર(Thackeray Govt) હવે અંતિમ ઘડીઓ ગણી રહી છે. એકનાથ શિંદે(Eknath Shinde) જૂથમાં શિવસેના(Shivsena) અને સરકારના આશરે 50થી વધુ ધારાસભ્યો હોવાના દાવા સાથે મહાવિકાસ આઘાડી સરકાર(MVA Govt) લઘુમતીમાં હોવાનો દાવો ગઈકાલે(મંગળવારે) ભાજપ(BJP)ના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) કર્યો હતો. આ રજૂઆતને ધ્યાને લઈને બુધવારે સવારે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી(Bhagat Singh Koshiyari)એ ઉદ્ધવ સરકારને ગુરૂવારે સાંજે 5 કલાકે ફ્લોર ટેસ્ટ(Floor test) કરવા માટે જણાવ્યું છે. રાજ્યપાલના આ આદેશને શિવસેનાએ સુપ્રીમ કોર્ટ(Supreme court)માં પડકાર્યો છે, જેની સુનાવણી(hearing) આજે સાંજે 5 વાગ્યે થવાની છે.
આ સમાચાર પણ વાંચો : જેલમાં બંધ અનિલ દેશમુખ-નવાબ મલિક SCની શરણે-બંને નેતાઓએ કોર્ટ સમક્ષ અરજી કરી આ માંગ- જાણો વિગતે
જોકે આ ચુકાદાની સાથે વધુ એક મહત્વની જાહેરાત આજે સાંજે 5 કલાકે મુંબઈ(Mumbai)માં થઈ શકે છે. કારણ કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સાંજે કેબિનેટ(Cabinet meeting)ની એક મહત્વની બેઠક બોલાવી છે. મીડિયા અહેવાલ પ્રમાણે આ બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કરશે. કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સરકારને બચાવવા માટે મોટો નિર્ણય લઈ શકે છે.