News Continuous Bureau | Mumbai
એક તરફ મહારાષ્ટ્ર(Maharashtra) રાજ્યમાં રાજ્ય સભાની ચુંટણી(Rajyasabha election)ના પડઘમ વાગી રહ્યા છે તેમજ તમામ પક્ષોએ પોતાના ધારાસભ્યોને હોટલ ખાતે રવાના કર્યા છે. ત્યારે બીજી તરફ ઔરંગાબાદ(Aurangabad)માં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thacekeray)ની જાહેર સભા થવા જઈ રહી છે. આ જાહેર સભા માટે શિવસેના(Shivsena)એ જોરદાર તૈયારીઓ કરી છે. જાહેર સભા અગાઉ ઔરંગાબાદમાં પોસ્ટર વોર (Poster war)જોવા મળી રહ્યું છે. પોસ્ટરમાં લખ્યું છે કે કેન્દ્ર સરકારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને કેન્દ્રીય એજન્સીઓ સામે શિવસેના પાસે શિવ શક્તિ અને ભીમ શક્તિ છે. રાજનૈતિક વર્તુળમાં એવી ચર્ચા છે કે શિવસેનાના પોતાની રાજનૈતિક વિચારધારાને જાળવી રાખવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે ઔરંગાબાદ નું નામ બદલીને સંભાજી નગર(Sambhaji Nagar) કર્યાની જાહેરાત કરી શકે છે.
શિવસેનાની પોસ્ટર બાજી પર ભારતીય જનતા પાર્ટી(BJP) આક્ષેપ લીધો છે તેમજ આ સંદર્ભે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી છે.