ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
આજે (સોમવારે) સવારે મહારાષ્ટ્રના લોનાવાલામાં સેન્ટ્રલ કૅબિન પાસે ઇન્દોર-દૌંડ સ્પેશિયલ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ. સદ્ભાગ્યે ટ્રેનની ધીમી ગતિને કારણે કોઈને ઈજા પહોંચી ન હતી. તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ અકસ્માત સોમવારે સવારે લગભગ 7.50 વાગ્યે થયો હતો. ટ્રેન લોનાવાલા સ્ટેશન પહોંચી રહી હતી એ દરમિયાન છેલ્લા બે કોચ પાટા પરથી ઊતરી ગયા હતા. થોડા સમય માટે મુસાફરોમાં અરાજકતા સર્જાઈ અને એમાંથી મોટા ભાગના ટ્રેનમાંથી ઊતરી ગયા. તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોનાવાલા ખાતે અન્ય લાઇન પર ટ્રેનોની અવરજવર ચાલુ છે. ક્ષતિગ્રસ્ત ટ્રૅકને રિપેર કરવાના પ્રયાસો ચાલુ છે, જુઓ વીડિયો.
મહારાષ્ટ્રના લોનાવાલામાં રેલ-દુર્ઘટના : ઇન્દોર-દૌંડ સ્પેશિયલ ટ્રેન પાટા પરથી ઊતરી, તમામ મુસાફરો સુરક્ષિત; જુઓ વીડિયો..#maharashtra #lonavala #indoreDaundspecialtrain #traindrailed #indianrailway pic.twitter.com/XKB92n0Igo
— news continuous (@NewsContinuous) September 27, 2021