ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 માર્ચ 2021
મહારાષ્ટ્ર સરકારે તેમજ ઔરંગાબાદ જિલ્લા પ્રશાસને સામાન્ય દિવસો દરમિયાન આંશિક લોકડાઉન લાગુ કર્યું હતું. હવે ઔરંગાબાદમાં એક્ટિવ કેસોની સંખ્યા 5,569 થઈ ગઈ છે. એટલે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા જિલ્લા પ્રશાસને નિર્ણય કર્યો છે કે શનિવાર અને રવિવાર એટલે કે 13 માર્ચ તેમજ 14 માર્ચ ના દિવસે બે દિવસ માટે ઔરંગાબાદ આખેઆખો જિલ્લો પૂર્ણ રીતે બંધ રહેશે.
પ્રશાસનના આ નિર્ણયને કારણે સ્થાનિક લોકોમાં નારાજગી છે પરંતુ જે રીતે કેસ વધી રહ્યા છે તેને કારણે પ્રશાસન પાસે હવે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. સોમવારથી નિયમિત રીતે કામ ધંધા શરૂ થઈ જશે પરંતુ આંશિક લોકડાઉન હેઠળ સાંજે સાત વાગ્યા પછી કશું જ ચાલુ નહીં રાખી શકાય.
મહારાષ્ટ્રના વધુ બે શહેરમાં 31 માર્ચ સુધી શાળાઓ બંધ. જાણો વિગત.
 
આમ વધુ એક જિલ્લામાં સરકારે લોકડાઉન નું પગલું લીધું છે.

