Site icon

મહારાષ્ટ્રના કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું- હાઈકમાન્ડે બોલાવી અર્જન્ટ બેઠક- બુધવારના દિવસે ઘણું બધું નક્કી થશે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી(Maharashtra MLC election)માં હાર્યા પછી કોંગ્રેસ પાર્ટીએ તાકીદના પગલાં લીધા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોળે (Maharashtra Congress cheif Nana Patole)એ નિવેદન આપ્યું છે કે બુધવારના દિવસે મહારાષ્ટ્રના તમામ કોંગ્રેસના ધારાસભ્યોની દિલ્હી(MLAs Meeting at Delhi) ખાતે બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં તમામ ધારાસભ્યો સાથે વાત કરવામાં આવશે તેમ જ ઉદ્ધવ સરકાર(Uddhav Govt)ને સમર્થન આપવું કે નહીં અથવા આપવું તો કઈ શરતે આપવું તે સંદર્ભે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના 3 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ(cross voting) કર્યું છે. આ ધારાસભ્ય કોણ છે તે સંદર્ભે પણ તપાસ કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  : વિધાન પરિષદના ચૂંટણી પરિણામો પછી ઉદ્ધવ ઠાકરેની બહુમતી સરકારમાં ગાબડું પડ્યું- સત્તાધારી એવા આટલા ધારાસભ્યોએ ભાજપને મત આપ્યા- ઉદ્ધવ ઠાકરે વિસામણમાં

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાતે(BalaSaheb Thorat) સૂચક નિવેદન આપ્યું હતું કે મહારાષ્ટ્રની શિવસેના સરકાર(Shivsena) સંદર્ભે ગંભીર રીતે વિચારવું પડશે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ હાઇકમાન્ડે તાકીદની બેઠક બોલાવી છે તે ઘણું બધું કહી જાય છે.

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version