મહારાષ્ટ્રમાં કોરોના મહામારીનો પ્રકોપ વકરતો હોવાથી એકાદ બે દિવસમાં અમુક ઠેકાણે લોકડાઉન મૂકવું પડશે એવા સંકેતો રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યા હતા.
નિમ્નલિખિત શહેરોમાં પરિસ્થિતિ નબળી છે. મુંબઈ, થાણા, પુના, નાસિક, અમરાવતી, જળગાંવ અને ઔરંગાબાદ.
મહારાષ્ટ્રના શહેરોમાં ભારત દેશના સૌથી વધારે એક્ટિવ કોરોના કેસ જોવા મળ્યા છે.
મહારાષ્ટ્રના 8 શહેરોમાં જોખમની ઘંટડી વાગી રહી છે. દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ ધરાવતા 10 શહેરોમાંથી 8 શહેરો મહારાષ્ટ્રના છે.