ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 માર્ચ 2021
મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી માથુ ઉચકતા દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 9855 કેસ નોંધાયા છે અને 42 દર્દીઓના મોત થયા છે. આથી કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને 21 લાખ 79 હરાજ 175 થઇ છે અને મરણાંકની સંખ્યા વધીને 52280 થઇ છે. જયારે રાજ્યમાં કોરોનાના 82,343 દર્દી સારવાર હેઠળ છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં આજે 3559 દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. આથી આજ દિન સુધી 20 લાખ 43 હજાર 349 દર્દીઓએ કોરોનાથી મુક્ત ને મ્હાત આપી છે. જોકે રાજ્યમાં રિકવરીનું પ્રમાણ બે ટકા ઘટીને ૯૩.૭૭ ટકા થયું છે.
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1121 કેસ નોંધાયા છે અને 6 દર્દીઓના મોત નિપજ્યા છે. આથી મુંબઇમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,28,740 થઇ છે. જ્યારે મરણાંકની સંખ્યા 11482 થઇ છે. આજે મુંબઇમાં 734 દર્દીઓ સાજા થતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે. શહેરમાં સક્રિય કેસોમાં વધારો થયો છે હાલ શહેરમાં 10010 સક્રીય કેસ છે.
