ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેથી એવા સંકેતો મળી રહ્યા છે કે કડક પ્રતિબંધો લાગુ થઇ શકે છે. મુખ્યમંત્રીની હાજરીમાં આજે ટાસ્ક ફોર્સની બેઠક મળી રહી છે. તેમાં કોરોના પ્રતિબંધો પર ચર્ચા થવાની શક્યતા છે. કોરોનાના વધતા સંક્ર્મણથી સરકાર એલર્ટ થઈ ગઈ છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારી આ ટાસ્ક ફોર્સની બેઠક પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં દર્દીઓની વધતી સંખ્યાને લઈને વધતા નિયંત્રણો અંગે ચર્ચા થવાની સંભાવના છે. બીજી તરફ આજે મળનારી કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે.
NCP પ્રમુખ શરદ પવારે નરેન્દ્ર મોદીના બે મોઢે કર્યા વખાણ, PM મોદીની આ શૈલીથી થયા પ્રભાવિત; કહી આ વાત
ગઈકાલે રાજ્યમાં 3900 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. દેશમાં દિલ્હી પછી મહારાષ્ટ્ર બીજા ક્રમે ઓમાઈક્રોન દર્દીઓ ધરાવે છે. નિષ્ણાતો માને છે કે આ ત્રીજા લહેરની શરૂઆત હોઈ શકે છે. દિલ્હીમાં, 263 દર્દીઓમાં ઓમીક્રોનનું નિદાન થયું હતું, જ્યારે મહારાષ્ટ્રમાં, 252 દર્દીઓ મળી આવ્યા હતા. રાજ્યમાં, ટાસ્ક ફોર્સની આજની બેઠકમાં કોઈ નવા નિર્ણયો લેવાશે કે કેમ? તેના પર સૌ કોઈની નજર છે
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 25 ડિસેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ છે. આ મુજબ એક જગ્યાએ પાંચથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે. તો મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 આજથી લાગુ કરવામાં આવી છે,31 ડિસેમ્બરની રાત્રિ અને નવા વર્ષની ઉજવણીના કારણે ભીડ એકત્ર થવાની સંભાવનાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.