Site icon

Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં આગામી 15 દિવસ મહત્ત્વપૂર્ણ… કોવિડ -19 ટાસ્ક ફોર્સની મળી બેઠક.. .. જાણો શું સૂચનાઓ જારી કરાઈ..

Maharashtra Corona Update: રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN1ના દર્દીઓનું નિદાન થતાં લોકોની ચિંતા વધી ગઈ છે. કોરોના દર્દીઓની સંખ્યા વધવા લાગતાં ટાસ્ક ફોર્સે એક મહત્વની બેઠક બોલાવી હતી

Maharashtra Corona Update Important next 15 days in Maharashtra...Covid-19 Task Force meet.. .. Know what instructions were issued

Maharashtra Corona Update Important next 15 days in Maharashtra...Covid-19 Task Force meet.. .. Know what instructions were issued

 News Continuous Bureau | Mumbai

Maharashtra Corona Update: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓની ( Corona patients ) સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN1ના દર્દીઓનું નિદાન થતાં લોકોની ચિંતા વધી ગઈ છે. કોરોના દર્દીઓની સંખ્યા વધવા લાગતાં ટાસ્ક ફોર્સે 2 જાન્યુઆરી 2024 એ એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોરોનાને રોકવા માટે ટાસ્ક ફોર્સ ( Task Force ) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.  

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ, રાજ્યમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યાની પૃષ્ઠભૂમિમાં ટાસ્ક ફોર્સે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં, કોરોનાના નવા પ્રકાર અને તેના ચેપના નિવારણ પર ચર્ચા યોજાઈ હતી. આ બેઠકમાં એ વાત પણ ઉજાગર કરવામાં આવી હતી કે કોરોનાથી બચવા માટે 15 દિવસ ખુબ મહત્વપૂર્ણ છે.

રાજ્યમાં JN.1 કોરોનાના 110 સક્રિય દર્દીઓ છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે હોમ આઇસોલેશન દરમિયાન વ્યક્તિએ એવા રૂમમાં રહેવું પડશે જ્યાં તાજી હવા આવે. અન્ય લોકોને ચેપથી બચાવવા માટે માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો અથવા ઘરે વધુ જોખમ ધરાવતા લોકો દ્વારા માસ્કનો ( Covid mask ) ઉપયોગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જો કોઈ હાઈ રિસ્ક વ્યક્તિ કોરોના પોઝિટિવ જોવા મળે છે, તો તેને હોસ્પિટલમાં દાખલ કરવો રહેશે. નવા કોરોના વેરિઅન્ટની ( New Corona variant ) પૃષ્ઠભૂમિમાં ટાસ્ક ફોર્સ ટૂંક સમયમાં દવા સંબંધિત ક્લિનિકલ પ્રોટોકોલની જાહેરાત કરશે. આ સાથે લોકોને સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરવામાં આવી છે.

દેશની સાથે સાથે રાજ્યમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. જેમ જેમ કોરોના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. તેમ તેમ શહેરીજનોની ચિંતા પણ વધી ગઈ છે. એક અહેવાલ મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 146 નવા દર્દીઓનો ઉમેરો થયો છે. તો ગઈકાલે કોરોના જે.એન. 1નો એક પણ દર્દી મળ્યો નથી. તેથી, હાલ રાજ્યમાં JN.1 કોરોનાના 110 સક્રિય દર્દીઓ છે.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version