મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી એકવાર માથું ઊંચકતા રાજ્ય સરકારે આકરા નિયંત્રણો લાદવાનો પ્રારંભ કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે, અમરાવતી અને અકોલા જિલ્લામાં શનિવાર રાતના ૮થી સોમવાર સવારના ૭ કલાક સુધી ૩૫ કલાકનું લોકડાઉન અમલમાં રહેશે.
અમરાવતીના જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, કોરોનાના વધી રહેલા કેસના કારણે જિલ્લામાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.